Fighter Teaser: દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશનની ફિલ્મ ફાઈટરનું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ફાઈટરનું ટીઝર રિલીઝ થવાની સાથે જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટીઝરમાં દીપિકા પાદુકોણ ઋત્વિક રોશન અને અનિલ કપૂર જબરદસ્ત અંદાજમાં જોવા મળે છે. આ ટીઝર થોડી મિનિટોનું છે પરંતુ એટલું જોરદાર છે કે જોનાર વ્યક્તિના ધબકારા ચૂકી જ જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Housefull 5 ફિલ્મને લઈ અક્ષય કુમારે ચાહકોને આપ્યો ઝટકો, ફિલ્મને લઈ કરી મોટી જાહેરાત


ફિલ્મ ફાઈટરના ટીઝરમાં દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશન ફાઈટર જેટ પ્લેન ઉડાડતા જોવા મળે છે. તેમના એક્સપ્રેશન ઇમ્પ્રેસીવ છે. એક પણ પ્રકારના ડાયલોગ વિના પણ આ ટીઝર તમારા રુંવાડા ઉભા કરી દેશે. એક સીનમાં ઋત્વિક રોશન ભારતનો ત્રિરંગો પ્લેનમાંથી બહાર કાઢે છે આ સીન સૌથી શાનદાર લાગે છે. 


Mast Mein Rehne Ka: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે નીના ગુપ્તા-જેકી શ્રોફની નવી ફિલ્મ


ફિલ્મ ફાઈટરના ધમાકેદાર ટીઝરને ઋત્વિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર કર્યું છે. ટીઝરને શેર કરતા સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ક્યારેક ઉડાન ભરવા તો ક્યારેક જંગ માટે... પણ દરેક વખતે દેશ માટે... ફાઈટર ફોરેવર ઇન... 


જણાવી દઈએ કે ફાઈટર ફિલ્મમાં અનિલ કપૂર કમાન્ડિંગ ઓફિસર રાકેશ જય સિંહના રોલમાં જોવા મળશે. જ્યારે સ્કોર્ડન લીડર મીનલ રાઠોડ તરીકે દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશન લીડર શમશેરા પઠાનિયા તરીકે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદ કર્યું છે. ફાઈટર 25 જાન્યુઆરી 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.


આ પણ વાંચો: Asha Parekh Love story: એક માણસના પ્રેમને સમર્પિત થઈ આશા પારેખ જીવનભર રહ્યા એકલા