નવી દિલ્હી: બોલીવુડમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર અભિનેતા ઋત્વિક રોશન (Hrithik Roshan) આજકાલ ચર્ચામાં છે. જોરદાર એક્ટિંગ, ડાન્સ અને એક્શન ફિલ્મો કરી ચૂકેલા એક્ટર ઋત્વિક રોશને આ વખતે કંઇક એવું કર્યું કે, જેને લઇને ઇન્ટરનેટ પર વાતો શરૂ થઇ ગઇ છે. ઋત્વિક રોશન હાલ દુબઇમાં છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીર પર ફેન્સની જોરદાર કોમેન્ટ આવી રહી છે. 


તસવીરમાં ઋત્વિક રોશન ટોવેલ પહેરેલો જોવા મળી રહ્યો છે. ફોટોજ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે તેમની આ સ્ટાઇલ રણવીર સિંહથી પ્રેરિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ પોતાના અવનવા અંદાજવાળા ડ્રેસિંગ સેન્સ માટે જાણિતા છે. તેમણે પછી લખ્યું કે 'થોડી ટાઇટ બાંધણી હતી. ઋત્વિક ટોવેલ પહેરીને ફરતો જોવા મળી રહ્યો હતો. જોકે આ લૂઝ હતી, જે ચાલતી વખતે ખુલી ગઇ હતી. ઋત્વિક રોશને ફોટો ઇંસ્ટા પર શેર કરી અને લખ્યું- ઉપ્સ, થોડી ટાઇટ બાંધણી જોઇતી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube