નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા ઋતિક રોશન પોતાને ખુબ ફિટ રાખે છે. તે પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે. ઋતિકના ફિટ બોડી પાછળ લાખો પાગલ છે. ઋતિકનું દમદાર બોડી સારા એવા બોડી બિલ્ડર્સને પણ ટક્કર આપે છે. પરંતુ હાલમાં જ એક 65 વર્ષની મહિલાએ તેને ટક્કર આપી છે. ફિટનેસ મામલે આ મહિલા પણ ઋતિક કરતા જરાય કમ નથી. આ મહિલા કોઈ બીજુ નહીં પરંતુ ઋતિક રોશનની માતા પિંકી રોશન છે. ઋતિકે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેની મમ્મીના વર્કાઉટનો એક વીડિયો શેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોને શેર કરતા ઋતિક રોશને લખ્યુ છે કે મને ખબર નથી કે આને હું પ્રેરણા તરીકે લઉ કે કોમ્પિટિશન. તમારા પર મને ગર્વ છે. લવ યુ અને મારી મમ્મી હોવા બદલ આભાર. ઋતિકની વાત કરીએ તો ફિલ્મ 'સુપર 30'માં જલદી જોવા મળશે. ઋતિક હાલ આ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. અને થોડા સમય પહેલા આ ફિલ્મના સેટની તસવીરો વાઈરલ થઈ હતી.



આ ફિલ્મની વાર્તા બિહારના આનંદકુમાર પર આધારિત છે. આનંદકુમાર દર વર્ષે એવા બાળકોને આઈઆઈટીની ફ્રી ટ્રેનિંગ આપે છે જે ગરીબ અને પછાત છે. આનંદ દ્વારા અપાયેલા કોચિંગથી લગભગ મોટા ભાગના સ્ટુડન્ટ્સ આઈઆઈટીમાં સિલેક્ટ થાય છે.