નવી દિલ્હી: દેશના વિખ્યાત ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ 'સુપર 30' આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના લીધે હાલમાં ચારેતરફ આનંદ કુમારની ચર્ચા થઇ રહી છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં આનંદ કુમારના ઇન્ટરવ્યુંનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકોને ખૂબ આઘાત લાગ્યો છે. આ વીડિયોમાં આનંદ કુમારે જણાવ્યું કે તે એક ગંભીરની ચપેટમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોની સામે આવ્યા બાદથી આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ આનંદ કુમારે એક તાજેતરમાં ઇન્ટરવ્યુંની એક ક્લિપ છે. જેમાં તેમણે જણાવ્યું કે તે બ્રેન ટ્યૂમર જેવી ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા છે. આ ઇન્ટરવ્યૂ આનંદ કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઇને આપ્યો છે. જુઓ આ વીડિયો...



આ વીડિયોમાં આ વાત પણ સામે આવી છે આનંદ કુમાર અત્યાર સુધી બિમારનું ઓપરેશન કરાવી શક્યા નથી. સાથે જ આનંદ કુમારે એ પણ કહ્યું કે વર્ષ 2014માં તેમણે પોતાની આ બિમારી વિશે ખબર પડી હતી. જ્યારે તે પોતાના કાનની સારવાર કરાવવા માટે ડોક્ટર પાસે પહોંચ્યા હતા. 
 
આ ક્લિપમાં આનંદ કુમારે આ પુરી ઘટના વિશે જણાવ્યું કે 'થોડા સમય પહેલાં તેમણે સાંભળવામાં ખૂબ મુશ્કેલી થવા લાગી હતી. જ્યારે તે પોતાના કાનનું ચેકઅપ કરાવ્યા ગયા તો તેમણે આ ખબર પડી કે તે પોતાની સાંભળવાની 80-90 ટકા ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. આનંદ કુમારે એ પણ જણાવ્યું કે ડોક્ટર્સન અનુસાર માથામાં જ્યાં ટ્યૂમર છે તે એકદમ નાજુક પાર્ટ છે. તો બીજી તરફ ખોટા ઓપરેશનથી તેમને લકવો થઇ શકે છે. જેના લીધે હજુ સુધી ઓપરેશન થયું નથી. 


તમને જણાવી દઇએ કે આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ 'સુપર 30' શુક્રવાર એટલે કે 12 જુલાઇના રોજ રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશને આનંદ કુમારનું પાત્ર ભજવ્યું છે.