નવી દિલ્હી : દેશના વિખ્યાત ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 કાલે સિનેમાઘરોમાં રિલિઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના કારણે હાલ આનંદ કુમારની બોલબાલા છે. જો કે ફિલ્મ રિલિઝ થાય તે અગાઉ આનંદ કુમારનાં ઇન્ટરવ્યુંનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોયા બાદ લોકોને ઘણો આઘાત પહોંચી રહ્યો છે. આ વીડિયોમાં આનંદ કુમારે જણાવ્યું કે, તેઓ એક ગંભીર બિમારીનો ભોગ બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકનું કોકડુ ગુંચવાયુ: સ્પીકરે કહ્યું સુપ્રીમ કોર્ટ મને આદેશ ન આપી શકે
આ વીડિયો સામે આવ્યા બાદથી જ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. તે આનંદ કુમારના એક ઇન્ટરવ્યુની એક ક્લિપ છે. જેમાં તેમણે જણઆવ્યું કે, તેઓ બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બિમારી સામે લડી રહ્યા છે. આ ઇન્ટરવ્યું આનંદે ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલો છે. 


માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ


જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો


આ વીડિયોમાં તે વાત પણ સામે આવી છે કે જે આનંદ અત્યાર સુધી આ બિમારીનું ઓપરેશન નથી કરાવી શક્યા. સાથે જ આનંદે તેમ પણ જણાવ્યું કે, વર્ષ 2014માં તેમણે પોતાનાં આ બિમારી અંગે માહિતી મળી હતી. જ્યારે તેઓ પોતાનાં કાનની સારવાર કરાવવા માટે ડોક્ટર પાસે પહોંચ્યા હતા. 


ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા
આ ક્લિપમાં આનંદે સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું કે, થોડા સમય પહેલા તેમને સાંભળવામાં સમસ્યા થવા લાગી હતી. જ્યારે તેણે પોતાનાં કાનનો ચેકઅપ કરાવ્યો તો તેમને ખબર પકડી કે તેમને સાંભળવામાં 80-90 ટકા ક્ષમતા ગુમાવી ચુક્યા છે. આનંદે જણાવ્યું કે, ડોક્ટરના અનુસાર માથામાં જ્યાં આ ટ્યુમર છે તે ખુબ જ નાજુક પાર્ટ છે. ઓપરેશનમાં જો કોઇ પણ ભુલ થાય તો લકવા થઇ શકે છે. જેના કારણે અત્યાર સુધી આ ઓપરેશન થઇ શક્યું નથી. 


જ્યારે PM મોદીએ યુવા સાંસદોને પૂછ્યુ, તમે રાજકારણ ઉપરાંત કયા કાર્ય કરો છો?
અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદ કુમારનાં જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 શુક્રવારે એટલે કે 12 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ઋત્વીક રોશને આનંદનું પાત્ર નિભાવ્યું છે.