મુંબઇ: સુપર 30ના આનંદ કુમારે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં શેર કર્યું કે કેવી રીતે તેમણે પોતાના જીવનના શરૂઆતના દિવસોમાં રોડ પર પાપડ વેચીને પસાર કર્યા હતા અને આ તેમના જીવનનો સૌથી કઠીન સમય હતો. રસપ્રદ એ છે કે ઋત્વિક રોશને સંઘર્ષ અને તણાવનો અનુભવ કરવા માટે ઠીક તે જ પ્રકારે દ્વશ્યને શૂટ કરવામાં આવે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંઘર્ષનો અનુભવ અને સફરના સારને યોગ્ય રીતે પકડવા માટે ઋત્વિક રોશને રાજસ્થાનની 45 ડિગ્રીની ગરમીમાં શૂટિંગ કર્યું છે. આ દ્વશ્ય આનંદના જીવનના મહત્વપૂર્ણ સફરમાંથી એક રહી છે. અને એટલા માટે સીનના સાર પકડવા માટે, ઋત્વિક રોશને આ સીનને રાજસ્થાનના ગરમ મૌસમમાં શૂટ કરવામાં આવ્યો છે. આ એક્સીક્યૂટ કરવા માટે સરળ સીન નથી કારણ કે અભિનેતા ગરમીના કારણે પરસેવાથી રેબઝેબ થઇ જતા હતા અને ડિહાઇડ્રેશનનો શિકાર થઇ જતા હતા. 

લંડનમાં વસતા ભારતીયો પણ આ ફિલ્મની આતુરતાપૂર્વક જોઇ રહ્યા છે રાહ


ફિલ્મ સાથે જોડાયેલા અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર ''ઋત્વિક રોશન તે માહોલમાં રહેવા માંગતા, તે કલાકો સુધી રસ્તા પર ધોમધમતા તડકામાં સૂરજ નીચે રહેતા હતા, સંઘર્ષ અને દુનિયાને મહેસૂસ કરતાં પાત્રના સારને પકડવાનો પ્રયત્ન કરતા હતા. જ્યારે નિર્માતાઓ દ્વારા આ લુક પર ચર્ચા કરવામાં આવી, રસ્તાઓ પર પાપડ વેચનારના પાત્રમાં એશિયાના સૌથી વધુ સેક્સી માણસની કલ્પના કરવી એક મોટો પડકાર છે. યોગ્ય લુક પ્રાપ્ત કરવા માટે ઘણા લુક ટેસ્ટ લેવામાં આવ્યા. જ્યારે રાજસ્થાનના પહેલા શેડ્યૂલ માટે ટીમ શૂટિંગ કરી રહી હતી, ત્યારે આ લુકને અંતે ફાઇનલ કરવામાં આવ્યો. શૂટિંગ દરમિયાન એવું થયું કે અમને કેટલીક રિયલ સ્ટ્રીટ ફેરીયાઓ અને પાપડ વેચાતા જોવા મળ્યા અને અમે તેને જોઇને ખુબ ખુશ થયા કે ઋત્વિક રોશન તેમની સાથે સારી રીતે હળીમળી ગયા હતા અને એવું લાગતું હતું કે તે આ દુનિયામાં બિલકુલ ફિટ બેસી ગયા છે.'' 

'સુપર 30'ના નિર્માતા નાલંદા યૂનિવર્સિટીમાં લોન્ચ કરવામાં માંગતા હતા ફિલ્મનું ટ્રેલર, જાણો કારણ


આવો જ અનુભવ આનંદ કુમારે પોતાની અસલીમાં કર્યો હતો. જે પ્રકારનો તણાવ, દર્દ અને સંઘર્ષના દૌરમાંથી આનંદ કુમાર નિકળ્યા હતા, તે એક આઇઆઇટી પાસ વિદ્યાર્થી હોવાછતાં, પાપડ વેચીને આવક રળતા હતા, ઋત્વિકે પોતાના લુકની સાથે પાત્રને તે પ્રકારનો સાર અને તે પ્રકારના તણાવમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે જેમ કે ફોટામાં જોવા મળી શકે છે. 

Super 30 માં ઋત્વિક રોશનના લુકને Leak થતાં આ રીતે બચાવતા હતા ડાયરેક્ટર!


પાપડના સીનના શૂટિંગ દરમિયા આ સફરનો સાર પકડતાં ઋત્વિક રોશને શેર કર્યું કે ''લોકેશન અને માહોલમાં શૂટ કરવું મારા માટે જ નહી પરંતુ ક્રૂ મેમ્બર્સ માટે પણ મુશ્કેલ હતું. અને આ પાત્રમાં બની રહેવા માટે અને અસહજ હોવાની સાથે સહજ બનવા માટે એક નિરંતર સંઘર્ષ હતો. આનંદ કુમારની જીવનગાથામાં પાપડ વેચવાનો સમય એકદમ મહત્વપૂર્ણ છે કારણ કે આ યોગ્ય હતો અને અહીંથી જ તે સમયની શરૂઆત થઇ જે તેમણે પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યું. આ ફિલ્મ 12 જુલાઇના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.