આજકાલ બહેનની ચિંતાએ ઉડાવી છે હૃતિકની રાતોની નિંદર, કારણ છે મોટું
2017ના વર્ષમાં એક્ટર હૃતિક રોશનની બહેન સુનૈના રોશન તેના જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં હતી. તેણે પોતાના વજનમાં સારો એવો ઘટાડો કર્યો હતો અને અનેક જાહેર પ્લેટફોર્મ પર આ વાતની ચર્ચા પણ કરી હતી.
મુંબઈ : 2017ના વર્ષમાં એક્ટર હૃતિક રોશનની બહેન સુનૈના રોશન તેના જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં હતી. તેણે પોતાના વજનમાં સારો એવો ઘટાડો કર્યો હતો અને અનેક જાહેર પ્લેટફોર્મ પર આ વાતની ચર્ચા પણ કરી હતી. સુનૈનાએ જીવનમાં કેટલીય ઠોકરો ખાધી છે. પહેલાં તો સુનૈનાનાં છૂટાછેડા થતાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. તો ડાયાબિટીસ અને હાયપરટેન્શનની સમસ્યાથી પીડાતી હતી. તેણે બેરિયાટ્રીક સર્જરી કરાવવી પડી હતી અને કેન્સર સામે પણ જંગ લડવી પડી હતી. જો કે આટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલી સુનૈના હિંમત નહોતી હારી અને બહાદુર યોદ્ધાની જેમ તે પોતાની તમામ સમસ્યાઓમાંથી સફળ રીતે બહાર નીકળી શકી હતી.
જોકે હવે Times of Indiaના રિપોર્ટ પ્રમાણે સુનૈનાની તબિયત એકાએક બહુ ખરાબ થઈ ગઈ છે. ડોક્ટર્સ પણ તબિયત ખરાબ થવા પાછળનું નક્કર કારણ શોધી નથી શક્યા અને આ વાત જ રોશનપરિવાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જોકે સુનૈના પોતે ફાઇટર છે. તે ભૂતકાળમાં પણ મોટીમોટી શારીરિક સમસ્યામાંથી સાંગોપાંગ પાર ઉતરી છે અને આ વખતે પણ તે ખરાબ તબિયત સામે બરાબર લડત આપી રહી છે.
પોતાની કોલમમાં સુનૈનાએ લખ્યું છે કે ''મારી દરેક મુશ્કેલીમાં મારો પરિવાર મારી સાથે ઉભો રહ્યો છે. જોકે સમસ્યામાંથી તમે પોતે જ બહાર આવી શકો છો. તમારી મદદ તમે જ કરી શકો, બીજું કોઈ નહીં. જીવન બહુ સુંદર છે અને એને આંસુંઓમાં વેડફવું ન જોઈએ.''