નવી દિલ્હી: ઈ-મેઇલ મામલે પોતાનું નિવેદન નોંધાવા પહોંચેલા બોલીવૂડ એક્ટર ઋતિક રોશન (Hritik Roshan) ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી બહાર આવી ગયાો છે. ઋતિક રાશને કંગના રનૌત વિરૂધ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ અગાઉ 26 ફેબ્રુઆરીના ક્રાઇમ બ્રાન્ચ ઇન્ટેલિજેન્સ યૂનિટે (Crime Intelligence Unit) એક્ટરને ઘરે સમન્સ મોકલ્યું હતું. જેને લઇને કંગના રનૌતનું (Kangana Ranaut) પણ રિએક્શન આવ્યું હતું. કંગનાએ પોતાના ટ્વિટર પર ઋતિક રોશન પર ગાળિયો કસ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કેસ?
એક્ટર કંગના રનૌત (Kangana Ranaut) અને ઋતિક રોશન (Hritik Roshan Affair)  વચ્ચે અફેર મામલો હવે ઘણો જૂનો થઈ ગયો છે. જો કે, ઋતિક રોશને આ વાતનો હમેશાં ઇનકાર કર્યો છે તો કંગના પણ સતત પોતાના દાવા પર ભાર આપી રહી છે. તે કેસમાં સૌથી મોટું પાસું છે ઇ-મેઇલ કાંડ, જેને લઇને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. આ કેસ 2016 નો છે. જ્યારે ઋતિક રોશને (Hritik Roshan) ફરિયાદ કરી હતી કે, કોઈ ફેક આઇડી બનાવી તેના તરફથી કંગના રનૌત સાથે વાત કરી રહ્યું હતું. ત્યારે બીજી તરફ કંગનાએ દાવો કર્યો હતો કે, તેને આ મેઈલ આડી ઋતિક રોશન તરફથી જ આપવામાં આવ્યું હતું અને બંને વર્ષ 2014 થી સતત વાતચીત કરી રહ્યા હતા. સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 419 અને આઇટી એક્ટની કલમ 66 (સી) અને 66 (ડી) અંતર્ગત અજ્ઞાત સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.


આ પણ વાંચો:- Irrfan Khan ના પુત્રને લોકોએ કહ્યું છોકરી, તેના જવાબમાં જાણો શું કહ્યું Babil એ


કંગનાએ કસ્યો ગાળિયો
તમને જણાવી દઇએ કે, જે કેસની તપાસ મુંબઇ પોલીસની સાઈબર સેલ કરી રહી હતી, વર્ષ 2020 માં કેસને ક્રાઇમ ઇન્ટેલિજેન્સ યૂનિટ (Crime Intelligence Unit) પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ બધુ ઋતિક રોશનના (Hritik Roshan) વકીલ મહેશ જેઠમલાનીની અપીલ પર કરવામાં આવ્યું હતું. હવે તે મામલે ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઋતિક રોશનને 27 ફેબ્રુઆરીના બોલાવ્યો હતો. આ સમાચાર મળતા જ કંગના રનૌતના (Kangana Ranaut) કાન ઉભા થઈ ગયા અને તેણે ઉતાવળમાં એક ટ્વીટ કર્યું. કંગનાએ પોતાના ટ્વીટમાં (Kangana Ranaut Twitter) કહ્યું- દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ પરંતુ મોરા બેવકૂફ પૂર્વ બોયફ્રેન્ડ હજુ પણ ત્યાં જ છે. તે મોડ પર, જ્યાં આ સમય ફરી પરત ફરવાનો નથી.


આ પણ વાંચો:- દીપિકા પાદુકોણ સાથે આ તો જબરૂ થઈ ગયું, ઘટનાનો Video થયો વાયરલ


કંગનાનો ખુલાસો
ઋતિક (Hritik Roshan) અને કંગનાએ (Kangana Ranaut) સાથે ફિલ્મ કાઇટ્સ અને ક્રિષ 3 માં કામ કર્યું હતું. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કંગનાએ ઋતિક રોશનને પોતાનો પૂર્વ બોયફ્રેન્ડ કહ્યો અને તેની સાથે સંબંધમાં રહેવાનો ખુલાસો કર્યો. તેણે કહ્યું હતું કે, બંને ફિલ્મ કરતા સમયે એકબીજાને ડેટ કરી રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube