મુંબઈઃ બુધવારે જ્યારે અભિનેત્રી રિયા ચક્રવર્તીને જામીન મળ્યા, સોશિયલ મીડિયા પર એક વર્ગ ખુબ ખુશ જોવા મળ્યો પરંતુ તેણે તે દરેક વ્યક્તિ પર નિશાન સાધ્યુ જેણે રિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ રિયા ચક્રવર્તીના જામીન પર ખુશી વ્યક્ત કરી, પરંતુ તેને તે વાતનું દુખ હતું કે એક નિર્દોષે આટલા દિવસ જેલમાં પસાર કર્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાને મળ્યા જામીન, હુમા કુરેશીનું ટ્વીટ
અભિનેત્રી હુમા કુરેશી પણ ખુબ નારાજ જોવા મળી રહી છે. તેતો ઈચ્છે છે કે હવે બધા રિયાની માફી માગે. તેના પ્રમાણે જે લોકોએસુશાંત કેસમાં મર્ડર થિયરીને હવા આપી, બધા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તે ટ્વીટ કરીને લખે છે- બધાએ રિયાની માફી માગવી જોઈએ. તે વાતની તપાસ થવી જોઈએ કે તે ક્યા લોકો હજા જેણે હત્યાની વાત ફેલાવી. શરમ આવવી જોઈએ કે એક યુવતી અને પરિવારની જિંદગી માત્ર પોતાના એજન્ડા પૂરા કરવા માટે ખરાબ કરી દીધી. હુમાનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. 


શિલ્પા શેટ્ટીના પુત્રને સ્કૂલથી મળ્યો પ્રોજેક્ટ, બનાવ્યો સોનૂ સૂદનો એનિમેટેડ વીડિયો  

શેખર સુમન કેમ નારાજ?
આમ તો હુમા સિવાય તાપસી પન્નૂ, અનુભવ સિન્હા જેવા સિતારાઓએ ખુશી વ્યક્ત કરી છે. બધાએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું અને તેને ન્યાયપાલિકામાં વિશ્વાસ વધારનાર ગણાવ્યો છે. પરંતુ બીજીતરફ એક્ટર શેખર સુમને આ ચુકાદા બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, સુશાંતને ન્યાય અપાવવા માટે અશાંત રહેવુ જરૂરી છે, પરંતુ બાદમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હવે બધુ ખતમ થઈ ચુક્યુ છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube