રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) માં રોમાન્સ ની હદો પાર કરી ચૂકેલા એક્સ કંટેસ્ટેંટ્સ ઇશાન સહગલ (Ieshaan Sehgaal) અને મીશા અય્યર (Miesha Iyer) નો રોમાન્સ હજુ અટકવાનું નામ લઇ રહ્યો નથી. બંનેએ સોશિયલ મીડિયા પર નાઇટ ડેટનો એક વીડિયો શેર કર્યો છે જે આગની માફક વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ઇશાન અને મીશા સંપૂર્ણપણે એકબીજા સાથે રોમાન્સમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. બંનેનો આ કોજી વીડિયો જોઇ ફેન્સ આ જોડીના ડેરીંગ અંદાજની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. 


બંનેએ એક જ વીડિયો શેર કરતાં એક જ કેપ્શન લખી છે. તેમણે લખ્યું, ''વાઇડ, ડાઇન એન્ડ મેન સો ફાઇનલ'' તેની સાથે જ તેમણે દિલવાળી ઇમોજી પણ બનાવી છે. મીશા ઔક ઇશાનનો આ વીડિયો કોઇ હોટલનો છે જ્યાં આ કપલ ડિનર ડેટ માટે પહોંચ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube