પણજીઃ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)મા બે મહાનાયક એકબીજાને મળ્યા હતા. IFFI ગોવામાં આજથી શરૂ થઈ ગયો છે. IFFIમા એક ઈવેન્ટ દરમિયાન બે મહાનાયક અમિતાભ બચ્ચન (amitabh bachchan) અને રજનીકાંતની (rajnikanth) મુલાકાત થઈ હતી. બંન્નેની મુલાકાત ખાસ હતી, કારણ કે બંન્નેએ પહેલા હાથ મિલાવ્યા અને પછી ગળે મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IFFIની આ ઇવેન્ટમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર હતા. અમિતાભ બચ્ચન અને રજનીકાંતની આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ટ્વીટર પર ઘણા લોકોએ આ તસવીરને શેર કરી છે. બંન્ને સ્ટાર્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ઉદ્ઘાટન માટે સાથે આવ્યા હતા. અહીં રજનીકાંતની પત્ની લતા રજનીકાંત પણ આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube