મુંબઈ : વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની બીજી આવૃત્તિનું આયોજન 7 , 8 અને 9 જૂનના રોજ  AMC 30, ઓરેન્જ, લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. ખાસ મહેમાનો, ગુજરાતી સમુદાય, સ્થાનિક સેલિબ્રિટીઝ અને મીડિયાના ઘણા પ્રતિષ્ઠિત લોકોએ આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. બીજા દિવસે વિવિધ ગુજરાતી ફિચર ફિલ્મો,  શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મો અને The Ideals of Mahatma Gandhi પર આધારિત ફિલ્મોની રજૂઆત કરવામાં આવી હતી. ફેસ્ટિવલના ત્રણેય દિવસો દરમિયાન આશરે 4000 જેટલા લોકોએ હાજરી આપી હતી અને ગુજરાતી ફિલ્મોને માણી હતી. ફેસ્ટિવલના છેલ્લા દિવસે ફિલ્મોની સ્ક્રીનિંગ સાથે, સાંજે એવાર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી એમ મોનલ ગજ્જર ઉપરાંત ફેસ્ટિવલ ડિરેક્ટર શ્રી ઉમેશ શુક્લા અને ફેસ્ટિવલ જ્યુરી સભ્યો જય વસાવડા, સૌમ્ય જોશી અને ગોપી દેસાઈ સાથે હાજરી આપી હતી. ફેસ્ટિવલમાં સિલેક્ટ થયેલી ફિલ્મોના દિગ્દર્શક અને નિર્માતાઓ પણ પોતાની ફિલ્મોને રીપ્રેઝેન્ટ કરવા માટે ખાસ ભારતથી આવ્યા હતા. ફેસ્ટિવલના સ્થાનિક સહયોગીઓ ડૉ. ભરત પટેલ, અનિલ શાહ અને ઉજ્જવલ ઝવેરી પણ ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા. 


IGFF એ ફિલ્મ સ્ક્રીનીંગ ની સાથોસાથ ગુજરાતી ફિલ્મ મેકર્સને જરૂરી નેટવર્કિંગ તેમજ બેસ્ટ ગુજરાતી ફિલ્મો દર્શ્વવાની તકો પુરી પાડી. 
વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની બીજી આવૃત્તિના એવાર્ડ વિજેતાના નામ નીચે મુજબ છે.


  • બેસ્ટ શોટ ફિલ્મ – કૃણાલ દવે (ધ સાઈકાલ – ચક્ર)

  • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ – સુનીલ વિસરાની (માનસી કચ્છ)

  • બેસ્ટ શોર્ટ ફિલ્મ ઓન The Ideals of Mahatma Gandhi – દિપક અંતની (ગાંધી હત્યા)

  • બેસ્ટ સ્ક્રીનપ્લે – નીરવ બારોટ (હવે થશે બાપ રે!)

  • બેસ્ટ સ્ટોરી – ટીમ બેકર, પ્રયાગ દવે, રાજેશ રાજગોર , સ્મિત વજ્રાની (બેક બેન્ચર)

  • બેસ્ટ ડાયલોગ્સ – કૃષ્ણદેવ યાજ્ઞિક (શું થયું?!)

  • બેસ્ટ સીનેમેટોગ્રાફી – રાવજી સોનાદરવા (બજાબા)

  • બેસ્ટ એડિટર – પ્રભાહર (શોર્ટ સર્કીટ)

  • બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ – સ્મિત પંડ્યા (ફેમિલી સર્કસ) અને ઓમ ભટ્ટ (બેક બેન્ચર)

  • બેસ્ટ એક્ટર ઇન નેગેટીવ રોલ – અર્ચન ત્રિવેદી (સાહેબ)

  • બેસ્ટ એક્ટર ઇન સપોર્ટીંગ રોલ – ફીમેલ – પ્રેનલ ઓબેરોય (પાત્ર) અને અમી ત્રિવેદી (બેક બેન્ચર)

  • બેસ્ટ એક્ટર ઇન સપોર્ટીંગ રોલ – મેલ – રોહિત રોય ( આઈ.એમ.એ. ગુજ્જુ)

  • બેસ્ટ મ્યુઝિક – પાર્થ ભારત ઠક્કર (વેન્ટીલેટર)

  • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર – રાહુલ મુંજારિયા (ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર)

  • બેસ્ટ એક્ટર – ફીમેલ – નીલમ પટેલ (બજાબા)  

  • બેસ્ટ એક્ટર – મેલ – મલ્હાર ઠક્કર (શું થયું?!)

  • બેસ્ટ એક્ટર (ક્રીટીક્સ) – મેલ – સિદ્ધાર્થ રાંદેરીયા (નટસમ્રાટ)

  • બેસ્ટ ડાયરેક્ટર – ભાવિન ત્રિવેદી  (પાત્ર) 

  • મોસ્ટ પોપ્યુલર ફિલ્મ- મહેશ દનાનાવર – શું થયું?!

  • શેમારૂ એન્ટરટેઇનર ઓફ ધ યર – શરતો લાગુ – નીરજ જોષી,યુકિત વોરા 

  • વાડીલાલ આઈકોન ઓફ ધ યર – એમ. મોનાલ ગજ્જર