Ileana D'Cruz: બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ફરી એકવાર તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. તાજેતરમાં તેણે જે પોસ્ટ સોશિયલ મીડિયા પર અપડેટ કરી છે તેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર તેના બેબીમૂનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક ફોટો જોઈને ફોલોવર્સમાં ચર્ચા શરુ થઈ છે કે ઇલિયાનાએ પ્રેગ્નન્સી પછી સગાઈ કરી લીધી છે. ઇલિયાના ડીક્રુઝનો આ ફોટો વાયરલ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે તેણે સગાઈ કોની સાથે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


1920 Trailer:અવિકા ગૌરની ડેબ્યૂ ફિલ્મ 1920 નું ટ્રેલર રિલીઝ, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ


Project K ફિલ્મમાં થઈ શકે છે કમલ હસનની એન્ટ્રી, ફિલ્મમાં વિલન બનવા મળશે આટલા કરોડ..


Malaika Arora ની સાચી ઉંમર જાણી આવી જશે ચક્કર, જુનો વીડિયો વાયરલ થતાં થયો ખુલાસો


ઇલિયાના ડીક્રુઝ તેની સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક ફોટોમાં બે હાથ દેખાઈ રહ્યા છે. આ બે હાથમાંથી એક અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝનો હાથ છે અને બીજો મિસ્ટ્રી મેન છે. તસવીરમાં જોઈ શકાય છે કે બંને હાથની રિંગ ફિંગરમાં એક વીંટી છે, આ તસવીર જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રીએ હવે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. સાથે જ એ વાત પણ ચર્ચામાં છે કે આ મિસ્ટ્રી મેન કોણ છે. 


થોડા સમય પહેલા જ્યારે અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીના સમાચાર જાહેર કર્યા હતા. જોકે ઇલિયાના ડીક્રુઝે હજુ સુધી તેના બાળકના પિતાનું નામ જાહેર કર્યું નથી. ચર્ચાઓ છે કે અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝનો બોયફ્રેન્ડ અન્ય કોઈ નહીં કેટરીના કૈફનો ભાઈ સેબેસ્ટિયન છે. જો કે આ વાતને અભિનેત્રી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી.