નવી દિલ્હી : ડિરેક્ટર રાજકુમાર હિરાનીની 'સંજૂ'માં એવા અનેક મહત્વના પાત્રો છે જેના વગર સુપરસ્ટાર સંજય દત્તનું જીવન સાવ અધુરું છે. ફિલ્મમાં સંજય દત્તનો રોલ ભજવી રહેલા રણબીરના જીવનમાં 5 મહિલાઓનો રોલ બહુ મહત્વનો છે. ફિલ્મના ટીઝરમાં સંજય દત્તના જીવનના અલગઅલગ હિસ્સાઓને દેખાડવામાં આવ્યા છે. આમ, આ ફિલ્મમાં 5 મહિલાઓનો રોલ બહુ મહત્વનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાને ઝડપ્યું છે આ 'બાળક'ને સુપરસ્ટાર બનાવવાનું બીડું


મનીષા કોઈરાલા
સંજય દત્તની રિયલ લાઇફ પરથી બની રહેલી આ ફિલ્મનું સૌથી મહત્વનું પાત્ર ભજવશે મનીષા કોઈરાલા. ફિલ્મમાં મનીષા એક્ટર સંજય દત્તની માતા નરગિસનો રોલ ભજવશે. રાજકુમાર હિરાનીએ માહિતી આપી છે કે 1981માં નરગિસજીના અવસાન દરમિયાનના એક નાનકડા સીનમાં મનીષા કોઈરાલા જોવા મળશે. 


સોનમ કપૂર 
સંજુ એટલે કે સંજય દત્તની ગર્લફ્રેન્ડનો રોલ સોનમ કપૂર ભજવી રહી છે. જોકે એનો લુક સાવ અલગ છે અને એ પરથી કોઈ પર્સનાલિટીનું અનુમાન કરવું શક્ય નથી. 


અનુષ્કા શર્મા
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક જર્નાલિસ્ટ તેમજ બાયોગ્રાફરનો રોલ ભજવી રહી છે. રાજુ હિરાનીએ કહ્યું છે કે તે અભિજાત જોશીનો રોલ ભજવશે જે વાર્તાનું નરેશન કરતા નજરે ચડશે. ફિલ્મમાં સસ્પેન્સ જાળવી રાખવા એક લિંકની જરૂર છે અને અનુષ્કા એ લિંક બનશે. 


દિયા મિર્ઝા
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાનો રોલ પણ બહુ મહત્વનો છે. તે આ ફિલ્મમાં સંજયની ત્રીજી પત્ની માન્યતા દત્તનો રોલ કરશે જે વર્તમાનમાં પણ તેની પત્ની છે. 


કરિશ્મા તન્ના 
બિગ બોસ ફેમ કરિશ્મા તન્ના પણ 'સંજૂ'માં જોવા મળશે. તેનો રોલ બહુ નાનો છે પણ એકદમ મહત્વનો છે.