ભારતીય ગાયક શંકર મહાદેવન અને મશહૂર તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના બેન્ડ શક્તિના આલ્બમ ધિસ મોમેન્ટને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે. અત્રે જણાવવાનું કે આ આલ્બમમાં કુલ 8 ગીત છે. ગ્રેમી એવોર્ડ સંગીત માટે અપાતો દુનિયાનો સૌથી મોટો એવોર્ડ છે. તેનું આયોજન લોસ એન્જેલસમાં ક્રિપ્ટો.કોમ એરિનામાં થયું. આ બેન્ડ ઉપરાંત વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ પણ ગ્રેમી એવોર્ડ જીત્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શક્તિને મળ્યો એવોર્ડ
શક્તિને તેના લેટેસ્ટ મ્યૂઝિક આલ્બમ 'ધીસ મોમેન્ટ' માટે 66માં ગ્રેમી એવોર્ડ્સમાં 'બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમ' કેટેગરીમાં વિનર જાહેર કરાયું છે. બેન્ડે 45 વર્ષ બાદ પોતાનું પહેલું આલ્બમ રિલીઝ કર્યું હતું. જેને સીધો ગ્રેમી એવોર્ડ મળ્યો. ઈંગ્લિશ ગિટારિસ્ટ જ્હોન મેકલોલિને 1973માં ભારતીય વાયલિન પ્લેયર એલ. શંકર, તબલા વાદક ઝાકિર હુસૈન અને ટી એચ 'વિકકુ' વિનાયકરામ સાથે ફ્યૂઝન બેન્ડ 'શક્તિ'ની શરૂઆત કરી હતી. પરંતુ 1977 બાદ આ બેન્ડ બહુ એક્ટિવ રહ્યું નહીં. 


1997માં જ્હોન મેકલોલિને ફરીથી આ કોન્સેપ્ટ પર 'રિમેમ્બર શક્તિ' નામથી બેન્ડ બનાવ્યું. જેમાં વી સેલ્વાગણેશ (ટી એચ 'વિક્કુ' વિનાયકરામના પુત્ર), મન્ડલિન પ્લેયર યુ શ્રીનિવાસ અને શંકર મહાદેવનને સામેલ કર્યા. 2020માં આ બેન્ડ ફરીથી સાથે આવ્યું અને 'શક્તિ' તરીકે તેમણે 46 વર્ષ બાદ પોતાનું પહેલું આલ્બમ 'ધીસ મોમેન્ટ' રિલીઝ કર્યું. 
 


ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેઝે એક વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા. કેઝે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે "શક્તિએ ગ્રેમી જીત્યો! આ આલ્બમના માધ્યમથી શાનદાર ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યો. બસ કમાલ. ભારત દરેક દિશામાં ચમકી રહ્યું છે. શંકર મહાદેવન, સેલ્વગણેશ વિનાયકરામ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈન. ઉસ્તાદ ઝાકિર હુસૈને ઉત્કૃષ્ટ વાંસળી વાદક રાકેશ ચૌરસિયા સાથે બીજો ગ્રેમી જીત્યો. શાનદાર!!! #IndiaWinsGrammys."


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube