આખરે એ દિવસ આવી જ ગયો જેની બધા રાહ જોઈ રહ્યા હતા. 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર્સ એવોર્ડ્સ 2023ની શરૂઆત થઈ ગઈ છે. અને ભારત માટે એક મોટી સફળતા હાથ લાગી છે. ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીતીને ઈતિહાસ રચી નાખ્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ
પ્રોડ્યુસર ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને ઓસ્કાર એવોર્ડ મળતા પ્રોડ્યુસર ગુનીત મોંગાએ ખુશી વ્યક્ત કરી છે. આ  ભારતનો પહેલો ઓસ્કર છે જે આ કેટેગરીમાં મળ્યો છે. ગુનીતે બધાનો  આભાર જતાવતા મહિલાઓને સપના જોવાનો સંદેશ આપ્યો છે. 


ઓસ્કર મેઈન ઈવેન્ટ પહેલા જ ભારતે રચ્યો ઈતિહાસ
અત્રે જણાવવાનું કે આ વખતે ભારતે ઓસ્કર્સમાં 3 કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું છે. આ એક રેકોર્ડ છે. આ અગાઉ ભારતને ક્યારેય આટલી કેટેગરીમાં નોમિનેશન મળ્યા નથી. આ વખતે ભારત તરફથી દીપિકા પાદુકોણ પ્રેઝન્ટર પણ  છે અને બેસ્ટ સોંગ માટે નામિનેટેડ નાટુ નાટુએ ઓસ્કર્સમાં લાઈવ પરફોર્મ પણ કરી રહ્યું છે. 


આ કેટેગરીમાં ભારતને મળ્યું છે નોમિનેશન
આ વખતે ભારતને 3 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે આરઆરઆર (RRR) નું નાટુ નાટુ સોંગ નોમિનેટેડ છે. ડોક્યુમેન્ટરી ફીચર માટે ઓલ ધેટ બ્રીધ્સ (All that Breathes) નોમિનેટેડ હતી જો કે તે ઓસ્કર ચૂકી ગઈ છે. જ્યારે શોર્ટ ડોક્યુમેન્ટરી માટે ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ સામેલ હતી જેણે ઓસ્કર જીતીને ઈતિહાસ રચ્યો છે.