નવી દિલ્હીઃ ઈન્ડિયન એર ફોર્સે મંગળવારે સવારે પીઓકેમાં ઘુસીને ઘણા આતંકી ઠેકાણાને બરબાદ કરી દીધા છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત તરફથી આ પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વર્ષા કરી હતી. ઈન્ડિયન એર ફોર્સે 12 મિરાજ 2000 વિમાનોએ જૈશ આતંકી ઠેકાણા પર 1000 કિલોથી વધુ વિસ્ફોટકનો વરસાદ કર્યો હતો. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ લોકોમાં આતંકીઓ વિરુદ્ધ વધુ નારાજગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વાયુસેનાએ આજે વહેલી સવારે 3.30 કલાકે બોમ્બ વર્ષા કરી. પુલવામા હુમલા બાદ થયેલી આ કાર્યવાહીને પાકિસ્તાને પણ સ્વીકારી છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઈને કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે દાવો કર્યો કે ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઈન ઓફ કંટ્રોલનો ભંગ કર્યો છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કરી કે ભારતીય વાયુસેનાએ એલઓસીનો ભંગ કર્યો. અમે તરત  જવાબ આપ્યો અને ત્યારબાદ ભારતીય વાયુસનાના વિમાન પોતાની સરહદમાં પાછા ફરી ગયાં. પીઓકેમાં ભારતીય એર ફોર્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના સમાચાર આવતા અજય દેવગન, અનુપમ ખેર અને પરેશ રાવલે ટ્વીટ કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો... જુઓ તેમના ટ્વીટ





તો બીજીતરફ પુલવામા હુમલા બાદ થયેલી આ કાર્યવાહીથી પાકિસ્તાને પણ સ્વીકાર કરી લીધો છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર કર્યો કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઈને કાર્યવાહી કરે છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે દાવો કર્યો કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું. અમે તરત જવાબ આપ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત પોતાની સરહદ પર પરત આવી જતા રહ્યાં હતા.