વિમાન ઉડતા જ મુડમાં આવી ગઈ ટીવીની સંસ્કરી વહુ, પહેલાં પપ્પીઓ કરી અને પછી તો ભરવા લાગી બચકાં!
ટીવીમાં સંસ્કારી વહુનો રોલ કરતી એક્ટ્રેસ દિશા પરમારે એક એવો ફોટો શેયર કરી દીધો છે સોશિયલ મીડિયા પર ભૂકંપ આવી ગયો છે. આ ફોટોમાં એક્ટ્રેસ લિપલોક કરતી દેખાઈ રહી છે.
Bold Photo: ટીવીમાં સંસ્કારી પુત્રવધૂની ભૂમિકા ભજવતી પ્રિયા એટલે કે તમારી પ્રિય દિશા પરમારની બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસે પોતાના પતિ રાહુલ વૈદ્યની સાથે ફ્લાઈટમાં લીધેલો એવો ફોટો શેયર કર્યો જેને જોઈને ફેન્સ હેરાન છે. આ ફોટો એટલા માટે ચર્ચા છે કારણ કે એકટ્રેસ રાહુલ વૈદ્ય સાથે ફ્લાઈટમાં લિપલોપ કરતી દેખાઈ રહી છે. આ ફોટોને રાહુલ અને દિશાએ જેવો સોશિયલ મીડિયામાં શેયર કર્યો કે તરત જ કમેન્ટ્સનું પૂર આવી ગયુ.
લગ્નને એક વર્ષ પૂર્ણ:
રાહુલ વૈદ્ય અને દિશા પરમારે ગતવર્ષે 16 જુલાઈએ લગ્ન કર્યા હતા. લગ્નને એક વર્ષ પૂર્ણ થતાં રાહુલ વૈદ્ય અને દિશા પરમારે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ પણ મુકી છે. આ પોસ્ટમાં રાહુલ વૈદ્યએ લખ્યુ- લગ્નની પહેલી વર્ષગાંઠ મુબારક લવ, કેટલો જલ્દી આ સમય નીકળી ગયો, હું તને મેળવીને મને જાતને નસીબદાર માનું છું. હું આશા રાખું છું કે આગળના સાત જન્મ સુધી આપણે સાથે રહીએ. તારા અંદરની સુંદરતાના કારણે હું હંમેશા ચમકતો રહું છું. આઈ લવ યુ વાઈફી. ઘણા બધા આવનારા વર્ષોમાં ખુશી અને ક્યૂટ ક્ષણ શેયર કરતા રહીશું.
શેયર કર્યો પ્રાઈવેટ ફોટો:
આ પોસ્ટ સાથે રાહુલ અને દિશાએ ફ્લાઈટની અંદરના ફોટો શેયર કર્યા છે. જેમાં એક ફોટોમાં બંને લિપલોક કરતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાહુલ વૈદ્યએ દિશા પરમાર પ્રત્યેના પ્રેમનો એકરાર બિગ બોસ સિઝન-15માં જ કર્યો હતો. આ શોમાં દિશા પરમાર માત્ર મહેમાન તરીકે આવી હતી અને પોતાના દિલની વાત કરી હતી. આ શો પૂરો થયા બાદ તરત જ બંનેએ લગ્ન કરી લીધા હતા. દિશા પરમાર હાલના દિવસોમાં ટીવી સિરિયલ 'બડે અચ્છે લગતે હૈ-2' માં નકુલ મેહતા સાથે લીડ રોડ કરી રહી છે.