મુંબઇ: અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે ત્રીસરી મંજીલમાંથી ચાર્ટબસ્ટર ગીત ''ઓ હસીના જુલ્ફોવાલી'' અને હાવડામાંથી ''મેરા નામ ચિન ચિન ચૂ'' જેમ કે ક્લબ ડાંસરની છબિ તેમના મગજમાં હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિશાના લુક માટે હોલીવુડ ફિલ્મ અને રૂસી સર્કસમાંથી પણ સંદર્ભ લેનાર એશલે કહે છે, ''અમે આ ગીતો માટે તૈસેલ્સથી માંડીને હેરસ્ટાઇલ સુધી બધી વસ્તુઓ પર ખૂબ બારીકાઇપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે. અલી આ વિશે ખૂબ સ્પષ્ટ હતુ કે તેમનો લુક ભડકાઉ હોવાના બદલે, સેંસુયસ અને ક્લાસી થવું જોઇએ.''


ઇદ પર રિલીઝ થનાર આ ફિલ્મમાં એક ટ્રપૈઝ કલાકારનું પાત્ર ભજવી રહેલી દિશાએ તે સ્વિકાર કર્યો કે તેમણે આ પ્રકારના મોટા અને પૈપ્પી નંબરમાં મજા આવે છે. એશલેનું કહેવું છે કે દિશાને આ લુક ખૂબ ગમ્યો છે અને લુક માટે મળી રહેલી પ્રશંસા માટે દિશાએ તેમનો આભાર વ્યક્ત કર્યો. 


જ્યારે એશ્લેને એમ પૂછવામાં આવ્યું કે શું રવીના ટંડનની ફિલ્મ મોહરામાંથી ''ટિપ ટિપ બરસ પાની''માં પલળેલી પીળી સાડીમાંથી પ્રેરણા લીધી હતી. તેનો જવાબ આપતાં એશ્લાએ કહ્યું કે 'અમે શરૂઆતમાં એક પીળા અને લાલ રંગની સાડીની યોજના બનાવી હતી, પરંતુ અંતે પીળો રંગ ફાઇનલ કરવામાં આવ્યો. ના રવીનાની સાડી મારા દિમાગમાં ન હતી, આ એક ધોતી સ્ટાઇલ સાડી છે, જે 60ના દાયકાની ઝલક સાથે મેચ થાય છે.''


વર્ષની સૌથી બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક, ભારત સાથે અલી અબ્બાસ જફર અભિનેતા સલમાન ખાન અને કેટરીના કેફની સાથે ત્રીજીવાર સહયોગ કરી શકે છે. ફિલ્મમાં સલમાન અને કેટરીનાની સાથે-સાથે તબ્બૂ, જેકી શ્રોફ, દિશા-પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર જેવા અનુભવી સામેલ છે.