મુંબઇ: તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે 'લગે રહો મુન્ના ભાઇ'ની સ્ટાર કાસ્ટ, સંજય દત્ત, વિદ્યા બાલન, અરશદ વારસી અને બોમન ઇરાની આ વર્ષે ગાંધી જયંતિના અવસર પર એક નવી યૂટ્યૂબ ઓરિજનલ શૃંખલા માટે રીયૂનિયન કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકોનો ઉત્સાહ જોવા મળ્યો રહ્યો છે અને આમ એટલા માટે પણ છે કારણ કે ફિલ્મ સાથે લાખો દર્શકોની અગણીત યાદો જોડાયેલી છે. પ્રશંસકોના ઉત્સાહના સ્તરને વધારવા માટે હવે એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ વિશેષ ચેટમાં હવે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ઇન્ટરનેટ સંસેશન અને મિલેનિયમ જાણિતી ''પ્રાજક્તા કોલી'નું નામ પણ જોડાયેલું છે. 


પ્રાજક્તા જેમને તેમના યૂટ્યૂબ ચેનલ પર 'Mostly Sane' ના નામથી પણ ઓળખવામાં આવે છે, તે પોતાની પરફેક્ટ કોમિક ટાઇમિંગ અને ક્રાઉડ-પુલિંગ કન્ટેટ માટે ખૂબ લોકપ્રિય છે. 'લગે રહો મુન્ના ભાઇ'ની કાસ્ટ સાથે તેમની જુગલબંધી જાહેરાતે પ્રશંસકોને એટલા ઉત્સાહિત કરી દીધા છે કે આ ચર્ચાનો વિષય બની ગઇ છે. 


જોકે, 'લગે રહો મુન્ના ભાઇ' (2006‌) ની રિલીઝને એક દાયકાથી વધુ સમય થઇ ગયો છે, પરંતુ ગાંધીગિરીનો કોન્સેપ્ટ આજે પણ જનતાની ભાવના પર હાવી છે. એટલા માટે જ્યારે ગાંધી જયંતિ પર વિશેષ સેગમેન્ટની યોજના બનાવવામાં આવી રહી હતી, તો ટીમે કોમેડી કલાકારો તરફ વલણ કરવાનો નુર્ણય કર્યો, જેમાં સંજય દત્ત, વિદ્યા બાલન, અરશદ વારસી, બોમન ઇરાની  અને દિલીપ પ્રભાકર જેવા ઉમદા કલાકારો સામેલ છે. 


રિલીઝના લગભગ 13 વર્ષ બાદ 'લગે રહો મુન્ના ભાઇ'નો ફરી જોવા મળશે અને એ આ 'મુન્ના ભાઇ'ના પ્રસંશકો માટે એક યાદગાર પળ સાબિત થશે, કારણ કે તે મુન્ના ભાઇ અને સર્કીટની જોડી ફરીથી મંચ પર એકસાથે જોવા મળશે. 


મુન્નાભાઇના કલાકારોએને એક વિશેષ ચેટ શો માટે એકસાથે લાવવાના આઇડિયા સાથે નિર્માતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યારે અભિનેતાઓએ આ આઇડિયા સાંભળ્યો, તો તે એકસાથે આવવા અને ફિલ્મી યાદોને તાજા કરવા માટે ખાસ ઉત્સાહિત અનુભવ કરી રહ્યા હતા. તેમણે તાજેતરમાં જ મુંબઇના એક સ્ટૂડિયોમાં કોઇપણ પ્રકારની તૈયારી વિના આ વિશેષ ચેટ માટે શૂટિંગ કર્યું છે.