Ira Khan Royal Wedding: આમીર ખાનની દીકરી આયરા ખાન તેના લગ્નને લઈ હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ આયરા ખાને નુપુર શિખરે સાથે રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ લગ્નમાં બંનેની હટકે સ્ટાઇલ ચર્ચામાં રહી હતી. ત્યારે હવે રજીસ્ટર્ડ મેરેજ પછી આયરા અને નુપુર શિખરે 8 જાન્યુઆરીએ રાજસ્થાનમાં રોયલ અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર આયરા અને નુપુર ઉદયપુરની એક લક્ઝરી હોટલમાં ટ્રેડિશનલ વેડિંગ કરશે. આ લગ્ન માટે હોટલમાં 170 થી વધુ રૂમ બુક કરાવવામાં આવ્યા છે. રોયલ વેડિંગ માટે શાહરુખ ખાન, સલમાન ખાન સહિત બોલીવુડના ઘણા બધા કલાકારો ઉદયપુર પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Web shows: સિદ્ધાર્થ, શિલ્પા સહિત બોલીવુડના 8 કલાકારો વર્ષ 2024 માં કરશે OTT ડેબ્યુ


જાણવા મળતી માહિતી અનુસાર આયરા ખાનના લગ્નની વિધિઓ ઉદયપુરની હોટલ તાજ અરાવલીમાં થવાની છે. મહેમાનો માટે અહીં 170થી વધુ રૂમ બુક કરાવવામાં આવ્યા છે. આમિરખાને પોતાની દીકરીના લગ્ન માટે હાઈ પ્રોફાઈલ હસ્તીઓને મહેમાન તરીકે આમંત્રિત કરી છે. મહેમાનો સાત જાન્યુઆરીથી ઉદયપુર પહોંચવા લાગશે. લગ્ન પછી મુંબઈમાં 13 જાન્યુઆરીએ ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. 


આ પણ વાંચો: 'હું ક્લિનીકલી ડેડ હતો!' ઈલેક્ટ્રીક શોક આપીને ફરીથી જીવતો કર્યો : શ્રેયસ તલપડે


મહત્વનું છે કે આમિર ખાનની દીકરી આયરા ખાન અને નુપુર શિખરે એ 3 જાન્યુઆરીએ રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. મુંબઈની તાજ લેન્ડ એન્ડ હોટલમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી. આ લગ્નમાં દુલ્હન અને દુલ્હાએ જે કપડાં પહેર્યા હતા તે ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હવે ચર્ચા છે કે ઉદયપુરમાં થવાના ટ્રેડિશનલ લગ્ન પણ ખૂબ જ હટકે હશે.