Filmfare Awards 2021: તાપસીને બેસ્ટ અભિનેત્રી અને ઇરફાન ખાનને મળ્યો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ
ભારતીય સિનેમાનો સૌથી પ્રખ્યાત એવોર્ડ એટલે કે ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award). ગત વર્ષે બોલીવુડ (Bollywood) માં ખૂબ ઓછી ફિલ્મો બની હતી. કોરોનાના કારણે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર ઓછી ફિલ્મો રિલીઝ થઈ હતી.
નવી દિલ્હી: ભારતીય સિનેમાનો સૌથી પ્રખ્યાત એવોર્ડ એટલે કે ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award). ગત વર્ષે બોલીવુડ (Bollywood) માં ખૂબ ઓછી ફિલ્મો બની હતી. કોરોનાના કારણે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર ઓછી ફિલ્મો રિલીઝ થઈ હતી.
ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award) જોઈને તમને પણ લાગશે કે ગણતરી ઓછી હોવા છતાં પાછલા વર્ષે ભારતીય સિનેમાને કેટલીક સારી ફિલ્મો આપી છે. આ વખતે બેસ્ટ એક્ટર (Best Actor) તરીકે સ્વર્ગસ્થ ઇરફાન ખાન (Irfan Khan) ને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
તાપસી પન્નુને પણ મળ્યો એવોર્ડ
તાપસી પન્નુ (Tapsi Pannu) ને ફિલ્મ થપ્પડ માટે બેસ્ટ ફિમેલ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. ફિલ્મ થપ્પડમાં તેની સારી કામગીરી માટે મળ્યો એવોર્ડ. સ્વર્ગસ્થ એકટર સુશાંત સિંહ રાજપૂત (Sushantsinh Rajput) ની ફિલ્મ 'દિલ બેચરા'ને કોરિયોગ્રાફી માટે એવોર્ડ મળ્યો છે.
PM મોદીએ 'મન કી બાત' માં ગુજરાતના Light House અને Sweet Revolution ની કરી આ વાત
બેસ્ટ ફિલ્મ - થપ્પડ
બેસ્ટ મેલ એક્ટર - ઈરફાન ખાન ( ફિલ્મ- ઈંગ્લીશ મીડિયમ)
બેસ્ટ ફિમેલ એક્ટ્રેસ - તાપસી પન્નુ ( ફિલ્મ - થપ્પડ)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર - અમિતાભ બચ્ચન (ફિલ્મ- ગુલાબો-સીતાબો)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ - તિલોત્મા શોમે (ફિલ્મ- સર)
બેસ્ટ VFX - પ્રસાદ સુતાર ( ફિલ્મ- તાનાજી -ધ અનસંગ વોરિયર)
બેસ્ટ ડાયલોગ - જૂહી ચતુર્વેદી ( ફિલ્મ - ગુલાબો સીતાબો)
બેસ્ટ ડાયરેક્ટર - ઓમ રાઉત (ફિલ્મ તાનાજી- ધ અનસંગ વોરિયર)
બેસ્ટ કોરિઓગ્રાફી - ફરાહ ખાન (ફિલ્મ - દિલ બિચારા)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ - સૈફ અલી ખાન (ફિલ્મ - તાનાજી - ધ અનસંગ વોરિયર)
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ - ફરરૂખ જાફર (ફિલ્મ- ગુલાબો-સીતાબો)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - રાઘવ ચૈતન્ય - (ફિલ્મ -થપ્પડ,એક ટૂકડા ધૂપ )
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર - એસીસ કૌર - (ફિલ્મ -મલંગ, મલંગ)
બેસ્ટ એક્શન -રમઝાન બુલટ (ફિલ્મ- તાનાજી -ધ અનસંગ વોરિયર)
બેસ્ટ લિરિક્સ - ગુલઝાર (ફિલ્મ - છપાક)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ - પ્રીતમ (ફિલ્મ -લુડો )
બેસ્ટ પોશાક ડિઝાઇન - વીરા કપૂર (ફિલ્મ - ગુલાબો સીતાબો)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન - કામોદ ખારડે ( ફિલ્મ - થપ્પડ)
બેસ્ટ પ્રોડ્ક્શન ડિઝાઈન - માનસી ધ્રુવ મહેતા (ફિલ્મ ગુલાબો સીતાબો)
બેસ્ટ બેગ્રાઉન્ડ સ્કોર - મંગેશ ઉર્મિલા ધકડે ( ફિલ્મ -થપ્પડ)
બેસ્ટ ફિલ્મ ફિક્શન - ફિલ્મ - અર્જૂન
બેસ્ટ ફિલ્મ પોપ્યુલર ચોઈસ - ફિલ્મ ( દેવી)
બેસ્ટ ફિલ્મ નોન ફિક્શન - ફિલ્મ ( બેકયાર્ડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી )
બેસ્ટ એક્ટર પોપ્યુલર ચોઈસ એવોર્ડ શોર્ટ ફિલ્મ માટે - ( પૂર્તિ સાવરદાકર )
બેસ્ટ એક્ટર શોર્ટ ફિલ્મ - અર્નવ
બેસ્ટ સિનેમેટોગ્રાફી - અવિક મુખોપાધ્યાય (ફિલ્મ- ગુલાબો સીતાબો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube