નવી દિલ્હીઃ પોતાની દમદાર એક્ટિંગ અને શાનદાર અવાજના માધ્યમથી ઓછા સમયમાં બોલીવુડમાં છવાઇ જનાર અભિનેતા ઇરફાન ખાન ભારત પરત આવી ગયા છે. ઇરફાનના ફેન્સ તેની એક ઝલક અને તેના સ્વાસ્થ્યના સમાચાર માટે બેચેન રહે છે. તેવામાં ઇરફાને ચાહનારાઓ માટે આજનો દિવસ લકી છે, કારણ કે લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ ઇરફાન ખાન મંગળવારે લંડનમાં કેન્સરની સારવાર બાદ ભારત પરત આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 10 મહિનાથી હતો લંડનમાં
લંડનથી પરત ફર્યા બાદ ઇરફાન ખાનની પ્રથમ ઝલક લોકોને મુંબઈ એરપોર્ટ પર મળી હતી. મહત્વનું છે કે, 52 વર્ષીય ઇરફાન ખાન છેલ્લા 10 મહિનાથી લંડનમાં ન્યૂરો ઇન્ડોક્રાઇન ટ્યૂમરની સારવાર કરાવી રહ્યો હતો. તેણે ગત જૂનમાં એક લેટર લખીને પોતાની સ્થિતિ જણાવી હતી. તેમણે લખ્યું હતું કે, હવે તેણે પરિણામની ચિંતા કર્યા વગર હથિયાર નાખી દીધા હતા. તેને ખ્યાલ ન હતો કે ચાર મહિના કે બે વર્ષ બાદ જિંદગી ક્યાં લઈને જશે. 



પ્રાપ્ત અહેવાલોનું માનીએ તો ઇરફાન ખાન જલ્દી ફિલ્મ 'હિન્દી મીડિયર 2'માં જોવા મળશે. ડાયરેક્ટર-પ્રોડ્યૂસર તિગમાંશુ ધૂલિયાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. ફિલ્મના કાસ્ટિંગ અને સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે, ઇરફાનની છેલ્લી ફિલ્મ 'કારવાં' 2018માં રિલીઝ થઈ હતી. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર