નવી દિલ્હીઃ સાઉથના દિગ્ગજ અભિનેતા પ્રભાસ આ દિવસોમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાહો'ને લઈને વ્યસ્ત છે. હાલમાં ફિલ્મના ટ્રેલરને લોનચ્ કરવામાં આવ્યું, જે સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. સુજીત દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાહો' 30 ઓગસ્ટે તેલુગૂ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. આ વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે કે આ દિવસોમાં પ્રભાસ સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની સાથે મળીને લોસ એન્જલ્સમાં ઘર શોધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણી ફિલ્મોમાં સાથે કરી ચુક્યા છે કામ
મુંબઈ મિરરમાં પ્રકાશિક એક સમાચાર અનુસાર પ્રભાસ અને અનુષ્કા હાલમાં લોસ એન્જલ્સમાં જોવા મળ્યા અને બંન્ને મકાનની શોધમાં છે. અહેવાલ પ્રમાણે પ્રભાસે હાલમાં અનુષ્કા માટે સાહોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આમ પણ આ જોડીની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ દર વખતે બંન્ને માત્ર અફવાનું નામ આપે છે. 'બાહુબલી', 'બાહુબલી 2', 'મિર્ચી' અને 'બિલ્લા' જેવી ફિલ્મોમાં પ્રભાસ અને અનુષ્કાની જોડી એક સાથે જોવા મળી ચુકી છે. હવે લોસ એન્જેલસમાં ઘરની શોધના સમાચારમાં કેટલું સત્ય છે, તે આવનારો સમય જણાવશે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર