શું ત્રીજીવાર પ્રેગ્નેંટ છે Mira Rajput? Shahid Kapoor એ આપ્યું આવું રિએક્શન
તમને જણાવી દઇએ કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતની લગ્ન વર્ષ 2015માં થયા હતા. મીરા પોતાના પતિ શાહિદ કરતાં 13 વર્ષ નાની છે.
નવી દિલ્હી: બોલીવુડ સેલેબ્રિટીઝ સાથે તેમના પરિવારના લોકો પણ યૂઝર્સ માટે ખાસ હોય છે, હવે શાહિદ કપૂર (Shahid Kapoor)ની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) અને તેમના ફોલોઅરની વચ્ચેના સવાલ જવાબ ચર્ચામાં છે. જોકે મીરા રાજપૂત (Mira Rajput) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ફોલોવર્સ સાથે વાતચીત કરવા માટે તેમણે તાજેતરમાં જ તેમણે ઇંસ્ટાગ્રામ પર AskMeAnything સેશન રાખ્યું હતું. આ સવાલોમાં એક સવાલ અને તેના પર મીરા રાજપૂત રિએક્શન હવે ચર્ચામાં છે.
આ AskMeAnything ના સેશનમાં મીરા રાજપૂત (Mira Rajput) ના ફેન્સએ તેમના મનપસંદ ભોજનને લઇને મનપસંદ હોલીડે ડેસ્ટિનેશન્સ સુધીના પ્રશ્નો કર્યા અને મીરા રાજપૂત (Mira Rajput) એ પણ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન એક યૂઝરે પ્રશ્ન કર્યો કે શું મીરા ત્રીજીવાર પ્રેગ્નેંટ છે?
જેઠાલાલના કારણે તારક મહેતામાં થઈ હતી બબિતાની એન્ટ્રી, Interesting છે કિસ્સો
આ પ્રશ્નનો જવાબ આપવા માટે મીરા રાજપૂતે ઇંસ્ટા સ્ટોરી પર લખ્યું 'No' અને તેમણે આ સાથે જોઅરથી હસવાવાળી ઇમોજી પણ બનાવી દીધા. તો બીજી તરફ સેશનમાં તેમના એક અનય ફેને મીરાને પૂછ્યું કે શું તેમનું ફિલ્મોમાં ડેબ્યૂ કરવાનો કોઇ પ્લાન છે? જવાબમાં મીરાએ હાથ જોડવાવાળી ઇમોજી બનાવતાં લખ્યું, 'નહી'.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube