નવી દિલ્હી: બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હંમેશા પોતાની બબલી ઇમેજને લઇને ચર્ચામાં રહે છે. સોનાક્ષી સિન્હાની ફિટનેસ મેકઓવર પન સમાચારોમાં રહે છે. સોનાક્ષી સિન્હાની પ્રોફેશનલ લાઇફ તો ખૂબ ચર્ચામાં રહે છે પરંતુ તેની પર્સનલ લાઇફ વિશે ઓછું છપાઇ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સોનાક્ષી સિન્હાની લાઇફમાં કોઇ આવી ગયું છે અને તે કોઇ બીજું નહી 'નોટબુક'ના ચાર્મિંગ હીરો ઝહીર ઇકબાલ છે. સોનાક્ષી અને ઝહીરનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝહીર ખાને આ ફોટાને ગત વર્ષ સોનાક્ષીના બર્થડે પર પોસ્ટ કરી હતી જેને હવે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઝહીરે લખ્યું કે સોનાક્ષી જયંતી બધાને મુકારક. હેપ્પી બર્થડે સોના. મારું ચાલે તો આને હું નેશનલ હોલીડે બનાવી દઉ. 



આ વિશે જ્યારે સોનાક્ષીએ પૂછવામાં આવ્યું તો એક ઇન્ટરવ્યું દરમિયાન અભિનેત્રીનું કહેવું હતું કે આમ તો થવાનું જ હતું. ઇમાનદારીથી કહું તો મને લાગતું નથી કે કંઇપણ આવું હોય જેના લીધે મારા  વિશે વાત કરવી જોઇએ. જો આમ થાય છે તો હું જ સૌથી પહેલાં તમને આ વિશે જણાવીશ. એટલું જ નહી સોનાનું કહેવું છે કે હું રાહ જોઇ રહી છું કે મારા સપનાનો રાજકુમાર આવે, પરંતુ અત્યાર કોઇપણ એવું મળ્યું નથી. જ્યારે પણ આમ થશે તો સૌથી પહેલાં હું તમને જણાવીશ.  


તમને જણાવી દઇએ કે સોનાક્ષીની મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' 17 એપ્રિલના રોજ રિલીઝ થઇ રહી ચ હે. ફિલ્મમાં તેમના અપોઝિટ આદિત્ય રાય કપૂર છે. આ સાથે જ આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત સોનાક્ષીની ફિલ્મ 'દબંગ 3'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.