Taarak Mehta...ના `દયાબેન` ના આ photos જોઈને ચાહકોની આંખો પહોળી થઈ, જાણો આખરે શું છે વાત
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` છેલ્લા 13 વર્ષથી ટેલિવિઝનની દુનિયામાં છવાયેલો શો છે. શોના એક એક પાત્ર લોકોના હ્રદય પર રાજ કરી રહ્યા છે.
નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી ટેલિવિઝનની દુનિયામાં છવાયેલો શો છે. શોના એક એક પાત્ર લોકોના હ્રદય પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક કલાકાર તો એવા છે જેમણે વર્ષો પહેલા શો છોડ્યો છે છતાં ચાહકોની તેમના પ્રત્યેની દીવાનગી ઓછી થતી નથી. આવું જ એક પાત્ર છે દયાબેન. જેનો કોમિક અંદાજ શો છોડ્યાના 4 વર્ષ બાદ પણ લોકોના માનસપટલ પર છવાયેલો છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીને લઈને લોકોમાં એટલો ક્રેઝ છે કે તેના અંગત જીવન ઉપર લોકોની નજર રહેતી હોય છે. હવે દિશાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે બેબી બંપ સાથે જોવા મળે છે.
તસવીરોએ આપ્યા ખુશખબર
હકીકતમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા ફેન્સ પેજ દ્વારા શેર કરાયા છે જેમા દિશા વાકાણીનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે. તે તેના સગા વ્હાલા સાથે ઊભેલી જોવા મળે છે. તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે પ્રેગનેન્ટ છે. આ તસવીરો સામે આવતા જ લોકો દિશાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોઈ તેને ડિલિવરી ડેટ વિશે પૂછે છે તો કોઈ તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી રહ્યા છે. જુઓ આ તસવીરો....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube