'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો' 2008થી લોકોનું ભરપૂર મનોરંજન કરતો આવ્યો છે. સીરિયલના દરેક પાત્રો લોકોના માનસપટલ પર ઊંડી છાપ છોડવામાં સફળ થયા છે. પછી તે જેઠાલાલ હોય, બબીતાજી, દયાબેન, ટપ્પુ, ગોલી, ઐય્યર, ભીડે....દરેકનો બહોળો ચાહકવર્ગ છે. કેટલાક કલાકારો જો કે આ શોને અલવિદા  કહી ચૂક્યા છે. જ્યારે કેટલાક કલાકારો હજુ પણ શોની શરૂઆતથી જોડાયેલા જ છે. હવે જે ખબર આવી રહી છે તે તારક મહેતા...શોના ફેન્સને કદાચ આઘાત આપી શકે છે. કારણ કે વધુ એક કલાકારની વિદાયની વાતો સામે આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કલાકારે લીધી વિદાય?
અભિનેતા કુશ શાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે શરૂઆતથી જ જોડાયેલો છે. શોમાં તે ગોલીનું પાત્ર ભજવે છે અને દર્શકોમાં ખુબ લોકપ્રિય પણ છે. ટપ્પુ સેનાના સભ્ય અને બુદ્ધિ અને મસ્તી ભરેલા એટિટ્યૂડ માટે પણ તે ફેન્સમાં લોકપ્રિય છે. જો કે હાલમાં જે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે તે શો છોડી રહ્યો છે. આ અફવાઓ વચ્ચે ગોલીના એક ફેને સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. 


[[{"fid":"564261","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ ફોટો ન્યૂયોર્કમાં ફેન અને કુશ શાહનો હોવાનું કહેવાય છે તેની કેપ્શનમાં જે લખ્યુ છે તે જાણવા જેવું છે. મીડિયા રિપોર્ટ ટીઓઆઈ મુજબ ફેને દાવો કર્યો છે કે તેની મુલાકાત અચાનક કુશ શાહ સાથે થઈ. જેણે કથિત રીતે ન્યૂયોર્કમાં પોતાના અભ્યાસ માટે શો છોડવાના પોતાના ઈરાદાનો ખુલાસો કર્યો. આ રસપ્રદ પોસ્ટ Reddit  પર વાયરલ થઈ. પોસ્ટમાં લખ્યું છે કે "સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જતી વખતે મને અચાનક ન્યૂયોર્કમાં કુશ શાહ ઉર્ફે ગોલી મળ્યો. તેણે મને જણાવ્યું કે તેણે શો છોડી દીધો છે અને ન્યૂયોર્કમાં પોતાનો અભ્યાસ કરે છે."


હવે ગોલીના ચાહકો આ ખબર પર ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે હજુ સુધી કુશ શાહે આ શો છોડી દીધો તેની કોઈ જ અધિકૃત પુષ્ટિ  થઈ નથી. પરંતુ તેના પરફોર્મન્સ અને કોમિક ટાઈમિંગે દર્શકો પર અમિટ છાપ ચોક્કસ છોડી છે. તેનું પાત્ર, ગોલી ફેન્સને ખુબ ગમે પણ છે અને શોમાં એક અલગ રમૂજ પણ લાવે છે. જો કે શોના હાલના એપિસોડ સાથે કુશ ઓનસ્ક્રીન છવાયેલો છે અને તે શોમાંથી બહાર થાય તેવી સંભાવના તો ઓછી લાગે છે.