નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલા 2019માં જબરદસ્ત એન્ટ્રી મારીને બધાના મન મોહી લીધા. ઈશા ખુબ જ આકર્ષક ગાઉનમાં જોવા મળી. ગાલામાં ઈશાએ પ્રબળ ગુરંગે ડિઝાઈન કરેલો લિલૈક કલરનો ગાઉન પહેર્યો હતો. ગત વર્ષે મેટ ગાલામાં પ્રબલે જ અભિનેત્રી દીપિકા પાદૂકોણના લુકને સ્ટાઈલ આપી હતી. આ વર્ષે મેટ ગાલા થીમ 'કેમ્પ: નોટ્સ ઓન ફેશન'ને ધ્યાનમાં રાખતા ઈશાએ પ્લંજિન્ગ નેકલાઈનવાળો ગાઉન પહેર્યો હતો. જેના સ્કર્ટ પર ફેધર વર્ક કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : ફેન્સને જોવી પણ ન ગમે તેવા વિચિત્ર લૂકમાં મેટ ગાલામાં દેખાઈ પ્રિયંકા ચોપરા


એક રાજકુમારી જેવા લુકમાં ઈશા જોવા મળી હતી. ઈશાએ લુકને ડાઈમન્ડ નેકપીસ અને ડ્રોપ ઈયરરિંગ્સ સાથે પૂરો કર્યો હતો. ડિઝાઈનરે ઈશાના આ ગાઉનમાં મેટ ગાલામાં એન્ટ્રી માર્યાના થોડા કલાકો પહેલા જ તેની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર દર્શાવી હતી. 



ઈશાના ગાઉનની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે અંદાજ લગાવો કે આ ગાઉનમાં કોણ કાર્પેટ પર બધાનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે? ઈશા ગત વર્ષે પણ મેટ ગાલામાં સામેલ થઈ હતી. 



અત્રે જણાવવાનું કે મેટ ગાલામાં આ વર્ષે કેમ્પ: નોટ્સ ઓન ફેશનની થીમ રાખવામાં આવી હતી. સોમવારે થયેલી આ ઈવેન્ટમાં દીપિકા પાદૂકોણ ઉપરાંત પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે અને ઈન્ડિયન ઓરિજન યુટ્યુબ સેન્સેશન લિલી સિંહ પણ પહોંચ્યા હતાં.