નવી દિલ્હીઃ Ishaan Khatter Hollywood Debut: 'ફોન ભૂત' એક્ટર ઈશાન ખટ્ટરે ભલે બોલિવૂડમાં બહુ કામ કર્યું ન હોય, પરંતુ તેની એક્ટિંગની પ્રશંસા થઈ છે. હવે ઈશાન હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, તેને નિકોલ કિડમેન અને લિવ શ્રેબર સાથે પ્રોજેક્ટ 'ધ પરફેક્ટ કપલ'માં કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ખરેખર મોટા સમાચાર છે અને અભિનેતાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર તેની જાહેરાત પણ કરી છે.


ઈશાન ખટ્ટર હોલીવુડ સિરીઝમાં જોવા મળશે
ઈશાન ખટ્ટર છેલ્લા કેટલાક દિવસથી મેકર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. ફાઇનલી પાછલા મહિને તેને હોલીવુડ સિરીઝની ઓફર આવી ગઈ છે. આ સિરીઝ એલિન હિલ્ડરબ્રાન્ડની નોવેલ ધ પરફેક્ટ કપલનું એડોપ્ટેશન છે. ઈશાન ખટ્ટરે પોતાની આ ખુશીને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારબાદ તેને ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube