મુંબઇ: ઘણી જગ્યાએ ઇનકમ ટેક્સ (Income tax) ની રેડ પાડવામાં આવી છે. તાપસી પન્નૂ (Taapsee Pannu), અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને વિકાસ બહલ (Vikas Bahal) નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોલીવુડ સ્ટારના ત્યાં રેડ પાડવામાં આવી છે. આ મુદ્દે જોડાયેલી તમામ જાણકારી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 સ્થળો પર પડી રેડ
મુંબઇ, પૂણે સહિત લગભગ 22 સ્થળો આ રેડ પાડવામાં આવી છે. ફેંટમ ફિલ્મ્સ (Phantom Films) ના ડાયરેક્ટર્સ અને તેમના એક્ટર્સના ત્યાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ ચાલી રહી છે. આ મામલો ટેક્સ ઇવેશનનો કહેવામાં આવી રહ્યો છે. 

Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ


તાપસી પન્નૂ (Taapsee Pannu), અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને વિકાસ બહલ (Vikas Bahal) ના ઘરે અને ઓફિસમાં રેડ પાડવામાં આવી છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે ત્યાંથી કશું મળી આવ્યું કે નહી. 


હવે રહ્યું નથી ફેંટમ ફિલ્મ્સ 
ફેંટમ ફિલ્મ્સ (Phantom Films) એક પ્રાઇવેટ એન્ટરટેનમેંટ કંપની છે, જેની સ્થાપના 2010માં થઇ હતી. આ કંપનીના ફાઉન્ડર છે અનુરાગ કશ્યપ (Anurag Kashyap), વિક્રમા આદિત્ય મોટવાને (Vikramaditya Motwane), વિકાસ બહલ (Vikas Bahl) અને મધુ મંટેના (Madhu Mantena). આ કંપની ફિલ્મ પ્રોડ્કશન અને ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરે છે. 

Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?


માર્ચ 2015માં રિલાયન્સ એન્ટરટેનમેન્ટએ તેમાં 50 ટકા ભાગીદારી ખરીદી લીધી હતી. ત્યારબાદ 2018 માં વિકાસ બહલ (Vikas Bahl) ને આ કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા. પછી આ પ્રોડક્શન હાઉસ બંધ થઇ ગયું. બધાને જાહેરાત કરવામાં આવી કે આ બધા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મો હવે અલગ-અલગ બનાવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube