નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાણીતી એક્ટ્રસ પરિણીતિ ચોપડાની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું ટ્રેલર રિલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જોતાની સાથે જ એ કહી શકાય કે, આ એક મજેદાર, જોશપૂર્ણ અને દર્શકોને મૂવી સાથે જોડી રાખનારી ફિલ્મ છે. અને આ સાથે જ દહેજ અને વરરાજાના અપહરણ જેવા મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી છે. જે બિહારને અનુરૂપ છે, આ ફિલ્મનું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે, કે આ ફિલ્મ લોકોને હસાવામાં સફળતા મેળવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરરાજાનું થશે અપહરણ 
ફિલ્મના નિર્દેશક પ્રશાંત સિંહે કહ્યું કે, ‘ આ વાત સાચી છે કે બિહારમાં વર્ષોથી ચાલી આવતી વસ્તુઓમાં વરરાજાનું અપહરણ પણ એક મુદ્દો છે. લોકો આ વિશે જાણે પણ છે. પરંતુ એ કોઇ નથી જાણતા કે તેમનું અપહરણ ક્યાં કારણે કરવામાં આવે છે. મને લાગે છે, કે લોકોને એ જાણવામાં વધારે રુચી થશે, કે આવપં કેમ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે વરરાજા જો વધારે દહેજની માંગણી કરે તો તેનું અપહરણ કરી લેવામાં આવે છે. આ દહેજ વિરોધી છે અને અમે આ ફિલ્મને એક દમ હાસ્યસ્પ્રદ અંદાજમાં રજૂ કરી છે.


‘કબીર સિંહ’ની હીરોઇનને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ? કહ્યું- આ વાતની મજાક ઉડાવે છે કિયારા

ફિલ્મના ટ્રેલર લોન્ચીંગ સમયે તમામ સ્ટાર કાસ્ટ અને ક્રુ પણ હાજર રહ્યા હતા. જેમાં પરિણીતિ ચોપડા, જાવેદ જાફરી અને ચંદન રોય પણ સામેલ થયા હતા. આ ફિલ્મ 2 ઓગસ્ટે રીલિઝ થશે. મહત્વનું છે, કે સિદ્ધાર્થની છેલ્લી ફિલ્મ ‘અય્યારી’ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરવામાં નિષ્ફળ રહી હતી.