નવી દિલ્હી: કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) એક હિટ ટીવી શો છે. સવાલોના જવાબ આપવા પર તમને અહીં કરોડપતિ બનાવાની તક મળે છે. ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાનું ભાગ્ય આજમાવે છે. ઘણા લોકો લખપતિ બનીને ફર્યા તો કેટલાક નિરાશ થઈને પાછા ફર્યા છે. હાલમાં જ કેબીસી (KBC) ના શાનદાર શુક્રવાર એપિસોડમાં અભિનેતા જેકી શ્રોફ (Jackie Shroff) અને સુનિલ શેટ્ટી (Sunil Shetty) ગેસ્ટ બનીને સામેલ થયા હતા. જ્યાં તેમણે ઘણી વાતો કરી જે જોઈને લોકો દંગ રહી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

45 વર્ષની મિત્રતા
જેકી શ્રોફ (Jackie Shroff) અને સુનિલ શેટ્ટી (Sunil Shetty) ઘણા સારા મિત્રો છે અને આ વાતની જાણકારી લોકોને કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) ના શો પરથી મળી છે. બંને શોમાં આ શુક્રવાર ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેમના વચ્ચેની બોન્ડિંગને લઇને એકબીજાના પગ ખેંચવા સુધીના તેમની મિત્રતાના દિલચસ્પ ખુલાસા પણ કર્યા છે. તમને જણાવી દઇએ કે, જેકી-સુનીલ લગભગ 45 વર્ષથી સારા મિત્રો છે. આ બંનેની બેમિસાલ મિત્રતા બોલીવૂડમાં ઘણી ફેમસ છે.


તારક મહેતા...શો પાછળ આ દિગ્ગજ કલાકારનું હતું ભેજું, પણ નાની ઉંમરમાં થઈ ગયું મોત


પિતા માટે આપ્યું હતું ઘર
સામે આવેલા આ શોના વીડિયોમાં તમે જોઇ શકો છો કે હોસ્ટ અમિતાભ બચ્ચન પૂછે છે કે, સુનીલ તમે જેકીને ક્યારથી ઓળખો છો. તેના પર સુનીલ કહે છે કે, ઓળખું તો 50 વર્ષથી છું, પરંતુ અમારી મિત્રતા 45 વર્ષથી છે. ત્યારબાદ જેકી ખુલાસો કરતા કહે છે કે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં તેમના પિતા (કાકુભાઈ શ્રોફ) બીમાર હતા ત્યારે સુનીલે મદદ કરી હતી. જેકી કહે છે કે, મારા પિતાને જ્યારે પેનિસિલિનનું રિએક્શન આવ્યું હતું, જ્યારે ચામડી નિકળવા લાગી હતી, તો ઘરમાં ઘણા લોકો હતા અને ઘર નાનું હતું. નાના ઘરમાં બધુ જ સંભાળવું મુશ્કેલ થઈ ગયું હતું તો સુનીલે તેનું ઘર રહેવા માટે આપ્યું હતું. કહ્યું કે, પિતાને અહીંયા રાખો. તો મીરામાર જ્યાં તમે શૂટિંગ કરી રહ્યા છો (અમિતાભ સાથે વાત કરી રહ્યા છે) ડેડીને ત્યાં રાખ્યા હતા મેં.



રડવા લાગ્યા જેકી
આ દરમિયાન સુનિલ શેટ્ટી (Sunil Shetty) તેની માતા વિશે જણાવતા ઘણા ભાવુક થયા હતા. તેઓ કહે છે કે જ્યારે એક રૂમની ખોલીમાં હતો અને માતા ખાંસતી હતી તો દાદાને ખબર પડી જતી હતી કે માતા ખાસી રહી છે. ત્યારબાદ જ્યારે મોટા ઘરમાં ગયા તો તેમને ખબર પણ ના પડી કે ક્યારે માતાનું નિધન થયું. સુનીલની આ વાત સાંભળી જેકી પોતાને સંભાળી શક્તા નથી અને ઇમોશનલ થઈ રડવા લાગે છે. સુનીલ પણ ઇમોશનલ થઈ જાય છે. તેના પર અમિતાભ પણ ભાવુક થઈને કહે છે આજકાલના યુગમાં આવી મિત્રતા ઘણી ઓછી જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube