નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ હાલમાં પોતાના ફોટોશૂટને પગલે ચર્ચામાં છે. જોકે જેકલીનને હાલમાં એક જબરદસ્ત ઓફર મળી છે. હકીકતમાં 1982માં આવેલી મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ અર્થની રિમેક બનવાની છે અને આ ફિલ્મ માટે મેકર્સે જેકલીનનો સંપર્ક કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં જેકલિનને મૂળ ફિલ્મમાં સ્મિતા પાટીલે ભજવેલો રોલ ઓફર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જેકલિને માહિતી આપી હતી કે હાલમાં તે લોસ એન્જલસમાં એક્ટિંગના ક્લાસ ભરી રહી છે જેથી તે પોતાના રોલ સાથે પ્રયોગ કરી શકશે. જેકલિને કહ્યું હતું કે તે કમર્શિયલ સિનેમાથી દૂર નથી જવા ઇચ્છતી પણ સાથેસાથે એક્ટ્રેસ તરીકે પોતાની જાતને પણ શોધવા માગે છે અને કંઈક અલગ કરવા માગે છે. જેકલીને કહ્યું છે કે તે છેલ્લા બે વર્ષથી એવી અલગ પ્રકારની સ્ક્રિપ્ટ વાંચી રહી છે જે તેને કમ્ફર્ટ ઝોનમાંથી  બહાર નીકળીને અલગ પ્રકારની ફિલ્મ કરવા માટે પ્રેરણા આપે. 


આજકાલ બહેનની ચિંતાએ ઉડાવી છે હૃતિકની રાતોની નિંદર, કારણ છે મોટું


મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સાઉથની એક્ટ્રેસ રેવતી દમદાર રોલ કરી રહી છે. ફિલ્મ અર્થની તામિલ રિમેકમાં પણ રેવતીએ કામ કર્યું હતું અને આ ફિલ્મને ડિરેક્ટર બાલુ મહેન્દ્રએ બનાવી હતી. નોંધનીય છે કે 1982માં આવેલી અર્થમાં શબાના આઝમી (પુજા) લીડ રોલમાં હતી. ફિલ્મમાં તેનો પતિ કુલભુષણ ખરબંદા (ઇન્દર) એક બીજી મહિલા સ્મિતા પાટીલ (કવિતા)ના પ્રેમમાં પડીને પત્ની શબાનાને છોડીને જતો રહે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે પતિ છોડીને જતો રહે છે એ પછી એક એકલી મહિલા પોતાની ઓળખ બનાવે છે અને તેને જીવન જીવવા માટે બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...