જેક્લીનની પૂછપરછ બાદ EoW ની મોટી કાર્યવાહી, નોરા ફતેહીએ કર્યો આ મોટો ખુલાસો
મહાઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં નવો વળાંક આવ્યો છે. બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ બાદ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ મોટી કાર્યવાહી કરતા 8 લાખ રૂપિયાની એક બાઈક જપ્ત કરી છે. આ બાઈક જેક્લીનના મેનેજર પાસથી રિકવર કરવામાં આવી છે.
નવી દિલ્હી: દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝના મેનેજર પાસેથી 8 લાખ રૂપિયાની બાઈક જપ્ત કરી છે. બુધવારે EoW એ જેક્લીનની 8 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. જે દરમિયાન આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EoW મહાઠગ સુકેશ ચંદ્રશેખરના 215 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. જેમાં જેક્લીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી જેવી અભિનેત્રીઓના નામ સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ લેવા માટે સામે આવ્યા છે.
EoW એ જેક્લીન ફર્નાન્ડીઝના મેનેજર પ્રશાંત પાસેથી આ બાઈક રિકવર કરી છે. આ ડુકાટી કંપનીની બાઈક છે. તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. EoW નો દાવો છે કે સુકેશે આ બાઈક જેક્લીનના મેનેજર પ્રશાંતને છેતરપિંડીના પૈસાથી અપાવી હતી. આ બાઈક ફેબ્રુઆરી 2021 માં ખરીદી હતી.
આ પણ વાંચો:- દિગ્ગજ રોજર ફેડરરે કરી સંન્યાસની જાહેરાત, લેવર કપ હશે છેલ્લી એટીપી ઇવેન્ટ
EoW એ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મામલે બુધવારના જ્યાં જેક્લીન ફર્નાન્ડીઝની 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે આ મામલે નોરા ફતેહીની પૂછપરછ કરવામાં આવી. બુધવારના પોલીસે જેક્લીનને સુકેશ પાસેથી મળેલી ગિફ્ટ અને અન્ય મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે જેક્લીન અને સુકેશની મુલાકાત કરાવનાર પિંકી ઇરાની સાથે પણ તેને રૂબરૂ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો:- સરળ નથી પાપાની પરીને સંભાળવી, માત્ર આ 4 વાતોનું રાખો ધ્યાન પછી તમારા ગુણગાન ગાશે પત્ની
આ કેસમાં જ્યાં જેક્લીન ફર્નાન્ડીઝને ફરીવાર EoW પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી છે. ત્યારે સુકેશ તરફથી મળેલી ગિફ્ટની યાદી લાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જ્યારે નોરા ફતેહીએ પણ આજે પૂછપરછ દરમિયાન EoW ને તેની અંગત ચેટ બતાવી હતી. EoW નો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે ડિસેમ્બર 2020 માં નોરા ફતેહીને BMW કાર ગિફ્ટ કરી હતી. આ અંગે નોરા ફતેહીની પૂછપરછ કરવામાં આવી હતી. તેનું કહેવું છે કે, આ કાર તેને સુકેશે નહીં પરંતુ તેની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા બદલ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube