અમદાવાદઃ ભાઈ જમાનો બદલાયો છે. હવે ગુજરાતી ફિલ્મો જોવા પણ લોકો થિયેટર સુધી પહોંચી રહ્યાં છે. કોન્સેપ્ટ બદલાઈ રહ્યાં છે. હવે હિરોઈનો પણ બદલાઈ રહી છે. એજ જૂની ઢબે પિક્ચરાઈઝડ થતી ફિલ્મોની ક્વોલિટી પણ બદલાઈ છે. આજે થિયેટરમાં ગુજરાતી ફિલ્મ જોઈને એમ થાય કે પૈસા વસૂલ ફિલ્મો છે. લોકો થિયેટર સુધી પહોંચી રહ્યાંનો જશ ગુજરાતી યંગ ટેલેન્ટેડ કલાકારોને પણ એટલો જ જાય છે. એમાંયે જાનકી, આરોહી અને મોનલ ગજજર હાલમાં ઢોલિવૂડની સુપર સ્ટાર ગણાય છે. જેમની એક્ટિંગ અને સ્ટાઇલ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તમે જાનકી બોડિવાલાને તો જોઈ હશે. એકદમ સિમ્પલલુકમાં દેખાતી આ હિરોઈન પૂરા પિક્ચરની લાઈમ લાઈટ લઈ જાય છે. જેની ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર પણ હિટ સાબિત થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને એક્ટર આર. માધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. છેલ્લો દિવસ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી જાનકી બોડીવાલા વશની હિન્દી રિમેકથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાનકી બોડીવાલા હાલમાં સૌથી ચર્ચિત સેલિબ્રિટી છે. ફિલ્મ 'છેલ્લો દિવસ'થી એક છાપ ઊભી કરી હતી. જાનકીના 'ઓ! તારી', 'તંબુરો', 'દાઉદ પકડ' અને 'છુટ્ટી જશે છક્કા' ડાયલોગ બહુ ચર્ચાયા હતા.


આ પણ વાંચોઃ એનિમલ લૂકમાં ખૂંખાર દેખાતા રણબીરને પણ લાગી ઠંડી, જુઓ ઠંડીથી બચવા શું કર્યું


ટેલેન્ટેડ અભિનેત્રી છે જાનકી
જાનકી બોડીવાલાએ 'તંબુરો', 'છૂટી જશે છક્કા', 'બહુ ના વિચાર', 'નાડીદોષ' વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જાનકી હવે બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે ત્યારે તેના ઉત્સાહનો પાર નહીં હોય તે નક્કી છે.


આરોહીની તો વાત જ ના થાય..
આરોહી પટેલ લવની ભવાઈ, ચાલ જીવી લઈએ, મોન્ટુની બિટ્ટુ બાદ આરોહી ગુજરાતી યુવાનોના દિલની ધડકન બની ચૂકી છે. ખાસ તો આરોહીનો સિમ્પલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ત્યારે આરોહીનો ટ્રેડિશનલ લૂક તમે પણ કૉપી કરી શકો છો. આરોહી પટેલે સંદીપ પટેલની 'મોતી ના ચોક રે સપના મા દીઠા' માં બાળ કલાકાર તરીકે તેની શરૂઆત કરી હતી. તેણે વિજયગીરી બાવાના નાટક 'પ્રેમજીઃ રાઇઝ ઓફ અ વોરિયર'માં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવી હતી. તેણે 'લવ ની ભવાઈ', 'ચાલ જીવી લઈયે!' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. અને 'મોન્ટુ ની બિટ્ટુ' જે બોક્સ ઓફિસ પર જંગી હિટ તરીકે ઉભરી આવી છે.


આ પણ વાંચોઃ Photos; પહેલાં ક્યારેય નહીં જોઈ હોય ઈલિયાનાની આ તસવીરો, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ


મોનલ ગુજરાતી અને સાઉથ ફિલ્મોમાં ધૂમ મચાવી રહી છે. મોનલ મજબૂત ભૂમિકામાં માને છે અને મલ્હાર ઠાકરની સામે 'થઈ જશે'માં જોવા મળી હતી. 'વિકિડા નો વરઘોડો'માં મલ્હાર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. સાધારણ પરિવારથી આવતી મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંકમાં નોકરી કરવાથી શરુ કરી હતી. સહકર્મીઓના પ્રોત્સાહને મોડેલીંગની દુનિયામાં પગ મુક્યો અને દક્ષિણ ભારતની ફિલ્મોએ અભિનેત્રી તરીકેની ઓળખ આપી. ગુજરાતી સીને જગતમાં ખાસ સ્થાન બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર મોનલ ગજ્જર આજે ઢોલિવૂડમાં એક અલગ જગ્યા બનાવી ચૂકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube