નવી દિલ્હીઃ આ સમયે અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની નવી ફિલ્મ કારગિલ ગર્લને લઈને ચર્ચામાં છે. તેમાં તે વાયુસેના અધિકારી ગુંજન સક્સેનાની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તેણે રૂહી અફ્જા ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધી છે. તેના સેટથી જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો પણ સામે આવી હતી જેમાં તેનો નોન ગ્લેમરસ લુક સામે આવ્યો હતો. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બૈલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં જાહ્નવી કપૂર પોતાની ટ્રેનર નમ્રતા પુરોહિતની સાથે જાણીતા ટ્રેક 'આંખ લડ જાવે' પર બૈલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને લાખો લાઇક મળી રહ્યાં ચે. જાહ્નવી કપૂર પ્રોફેશનલ બૈલી ડાન્સરની જેમ પોતાના ડાન્સ મૂવ્સ દેખાડી રહી છે. તેને જાહ્નવીનો જૂનો ડાન્સ વીડિયો ગણાવવામાં આવી રહ્યો છે. 




રુરીઆફ્જાની વાત કરીએ તો આ એક હોરર કોમેડી ફિલ્મ છે. તેમાં જાહ્નવી સિવાય એક્ટર રાજકુમાર રાવ મહત્વની ભૂમિકામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે જાહ્નવી કપૂર ફિલ્મમાં રૂહી અને આફ્જાનો રોલ નિભાવશે. કેટલાક દિવસ પહેલા જાહ્નવીએ ફિલ્મની શૂટિંગની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના ક્લૈપિંગ શોટ શેર કર્યાં હતા. 


આ ફિલ્મને લઈને જાહ્નવીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, 'ફિલ્મનું શૂટિંગ સારૂ ચાલી રહ્યું છે. તમે મને અંધવિશ્વાસી કહો કે જૂના વિચારો વાળી, પરંતુ મને લાગે છે કે જો હું મારી ફિલ્મ વિશે વધુ વાત કરીશ તો મને ખરાબ નજર લાગી શકે છે. તેથી હું ફિલ્મ વિશે વધુ વાત કરીશ નહીં.'