મુંબઈ: જાહન્વી કપૂરને ધડક બાદ મોટી ઓફરો મળી રહી છે. બહુ જલદી તે કરણ જૌહરની પીરિયડ ડ્રામા ફિલ્મ તખ્તમાં જોવા મળશે. આમ તો જાહન્વી કપૂરની ફિલ્મ કેરિયર જુઓ તો હજુ એક જ ફિલ્મ આવી છે. પરંતુ તેની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી જાય છે. હાલમાં જ એક ફેશન બ્રાન્ડે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. આ ઈવેન્ટ દરમિયાન તે ખુબ જ કેઝ્યુઅલ વેરમાં જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાહન્વી એક લોન્ગ પિંક ટીશર્ટ પહેરીને આવી હતી. જેની સાથે તેણે બ્લેક કલરની એક શોર્ટ પણ પહેરી હતી. હંમેશાની જેમ આ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ. આ તસવીર પર જોકે જાહન્વી ખુબ ટ્રોલ થઈ રહી છે. ફેન્સ ભાત ભાતની કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો કહે છે કે જાહન્વી જીન્સ પહેરવાનું જ ભૂલી ગઈ. જાહન્વી જો કે આ અગાઉ પણ સોશિયલ મીડિયા પર અનેક વાર ટ્રોલ થયેલી છે. 



બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ જાહન્વીએ કહ્યું કે વ્યક્તિનો સ્વભાવ છે કે તમે કેવા દેખાઓ છો તેના પર નિયંત્રણ મેળવવા માંગે છે. આત્મ અભિવ્યક્તિની રીત છે. મારી તેમાં ખુબ રૂચિ છે. જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે મેં મારી માતાને શૂટ અને કાર્યક્રમો માટે તૈયાર થતા જોઈ હતી. જીવંત યાદોમાંથી એક એ છે કે તે ખુબ સારી રીતે મેકઅપ કરતી હતી.