આ એક્ટર માટે `કંઈ પણ` કરવા તૈયાર છે શ્રીદેવીની ખૂબસુરત દીકરી
જ્હાન્વી કપૂરે એક ઇન્ટરવ્યૂમાં પોતાની અંગત વાત કરી છે
મુંબઈ : બોલિવુડમાં ડેબ્યૂ ફિલ્મ રિલીઝ થતાં પહેલા શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરે એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. વોગ મેગેઝિન માટે કરાયેલા આ ફોટોશૂટમાં જ્હાન્વી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. વોગના જૂન 2018ના એડિશનમાં જ્હાન્વીને સ્થાન આપવામાં આવ્યું છે. તસવીર જોઈને અહેસાસ થાય છે કે જ્હાન્વીમાં એ આત્મવિશ્વાસ આવી ગયો છે જે તેની મા શ્રીદેવીમાં હતો. જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે.
Sanjuના જીવનની 5 મહિલાઓ થઈ એક્સપોઝ, હવે ખુલશે તમામ રાઝ
હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જ્હાન્વીએ પોતાની પસંદગી વિશે વાત કરતા કહ્યું છે કે તે રાજકુમાર રાવ પર ફિદા છે અને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવા કંઈ પણ કરવા તૈયાર છે. જ્હાન્વીએ પોતાની પસંદગી વિશે જણાવતા કહ્યું છે કે મને રાજકુમાર રાવ, ધનુષ તેમજ નવાઝિદ્દીન સિદ્દીકી બહુ પસંદ છે. તેઓ બહુ એક્સપ્રેસિવ છે. રાજકુમાર રાવ મારી નોંધ લે એટલે હું તેની દરેક તસવીર પર કમેન્ટ કરું છું અને માત્ર તેની સાથે જ મેં સેલ્ફી ક્લિક કરી છે.