માતા શ્રીદેવીના મોત પર જાહન્વીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- `બીજા જ દિવસે...`
દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાન્વી કપૂરની ફિલ્મ ધડક લોકોને ગમી રહી છે. જો મરાઠી ફિલ્મ સૈરાટ સાથે સરખામણી ન કરવામાં આવે તો આ ફિલ્મ એક સારી વાર્તા રજુ કરે છે.
મુંબઈ: દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહાન્વી કપૂરની ફિલ્મ ધડક લોકોને ગમી રહી છે. જો મરાઠી ફિલ્મ સૈરાટ સાથે સરખામણી ન કરવામાં આવે તો આ ફિલ્મ એક સારી વાર્તા રજુ કરે છે. આ ફિલ્મમાં જાહન્વી કપૂરની સામે ઈશાન ખટ્ટર છે. જાહન્વી માટે આ ફિલ્મમાં કામ કરવું સરળ ન હતું. ધડક ફક્ત એક ફિલ્મ નહતી પરંતુ જાહન્વી માટે સપનું હતું અને તેની માતા શ્રીદેવી પુત્રીના આ સપનાને સાકાર થતું જોવા માંગતી હતી. પરંતુ અફસોસ . એમ ન થઈ શક્યું. જાહન્વીની પહેલી ફિલ્મ જોતા પહેલા જ શ્રીદેવીનું નિધન થઈ ગયું. માતાના અચાનક થયેલા મોતથી જાહન્વી તૂટી ગઈ. તેનો આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો. પરંતુ આ ફિલ્મ જ એક એવી વસ્તુ હતી જેણે જાહન્વીને આ દુ:ખમાંથી બહાર આવવામાં મદદ કરી. ફિલ્મના શુટિંગના કારણે જાહન્વીનું ધ્યાન બીજે ડાઈવર્ટ થયું અને તે આ મુશ્કેલ સમયમાંથી બહાર નિકળી શકી.
હાલમાં જ જાહન્વીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે ફિલ્મની શુટિંગના કારણે તેનું ધ્યાન ડાઈવર્ટ થયું અને તે મુશ્કેલ સમયમાંથી બહાર આવી શકી. જાહન્વીએ જણાવ્યું કે મને હજુ એ વાત પર વિશ્વાસ આવતો નથી. મેં મારી જાતને વિચારવા માટે આટલો સમય આપ્યો જ નથી. હું અને મારો પરિવાર હજુ પણ એ વાતને સ્વીકારી શકતા નથી કે મા હવે આ દુનિયામાં નથી.
જાહન્વીએ કહ્યું કે 'હું તો બીજા જ દિવસે (અંતિમ સંસ્કારના દિવસે) શૂટ પર જવા માંગતી હતી. પરંતુ શુટિંગ કેન્સલ થઈ ગયું.' તેણે ભાવુક થતા એમ પણ કહ્યું કે જો હું કામ પર પાછી ન ફરત તો માનસિક સંતુલન ખોઈ નાખત. જો ધડક ન હોત તો મારી જિંદગીમાં આગળ વધવાનો કોઈ ઉદ્દેશ્ય જ નહોત.
અત્રે જણાવવાનું કે જાહન્વીની પહેલી ફિલ્મ ધડકની સફળતાથી ગર્વ મહેસૂસ કરી રહેલા તેના પિતા અને ફિલ્મકાર બોની કપૂરે કહ્યું છે કે તે પોતાના કામ પ્રત્યે ઈમાનદાર અને મહેનતુ બની રહે. કપૂરે એક નિવેદનમાં કહ્યું કે મને વિશ્વાસ હતો કે બધુ સારુ થશે. મેં જાહન્વીને કહ્યું કે તે આગળ પણ આ જ રીતે સાદગીભરી, ઈમાનદાર, ફોકસ અને મહેનતુ બની રહે. બોની કપૂર અને શ્રીદેવીની નાની પુત્રી ખુશી પણ એક્ટિંગ કરવા માંગે છે અને આ ખુલાસો પપ્પા બોની કપૂરે જ કર્યો છે.