ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ ટીવી સિરિયલ કે ફિલ્મોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા ઘણાં કલાકારો છે. જોકે, કૃષ્ણની ભૂમિકાની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલાં નજરોની સામે જે ચહેરો આવે છે એ છે બી.આર.ચોપડાની મહાભારત સિરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા નીતિશ ભારદ્વાજની. જેમણે મહાભારતમાં પોતાના અદભુત અભિનયથી સ્ક્રિન પર કૃષ્ણના પાત્રને એકદમ વાસ્તવિક અને જીવંત બનાવી દીધું. જોકે, એ સિવાય પણ ઘણાં અભિનેતાઓ છે જેમણે સ્ક્રિન પર ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકાઓ ભજવી છે. ત્યારે એક નજર કરીએ તમારા લાડલા ઓન સ્ક્રીન કૃષ્ણા પર...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. નીતિશ ભારદ્વાજ-
1998માં આવેસી બી. આર. ચોપરાની મહાભારતમાં નીતીશ ભારદ્વાજ કૃષ્ણના રોલમાં જોવા મળ્યા અને છવાઈ ગયા. લોકોના મનમાં ભગવાન કૃષ્ણ તરીકે તેમની જ છબિ રહી ગઈ હતી. આજે પણ લોકો તેને ભગવાન કૃષ્ણ તરીકે જ ઓળખે છે.


2. સ્વપ્નિલ જોશી-
જાણીતા મરાઠી કલાકર સ્વપ્નિલ જોશીએ તેમની તરૂણાવસ્થામાં રામાનંદ સાગરની કૃષ્ણામાં ભગવાન કૃષ્ણનો કિશોરાવસ્થાનો રોલ કર્યો. અને હિટ થઈ ગયા. તરૂણાવસ્થાના કૃષ્ણ તરીકે તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.


3. સર્વદમન બેનર્જી-
ભાવવાહી આંખો વાળા અને સસ્મિત ચહેરા વાળા સર્વદમન બેનર્જીને કોણ ભૂલી શકે. રામાનંદ સાગરની કૃષ્ણામાં ભગવાન કૃષ્ણનો રોલ કરનાર તેમને દર્શકો આજે પણ યાદ કરે છે.


4. સૌરભ રાજ જૈન-
તાજેતરના શ્રી કૃષ્ણની વાત કરીએ તો યાદ આવે સૌરભ રાજ જૈન. જેમણે 2013ના નવા મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી. જેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.


5. ધૃતિ ભાટિયા-
ટીવીની દુનિયાની ગોળમટોળ અને ક્યુટ કાન્હા એટલે ધૃતિ ભાટિયા. ધૃતિએ નાના ક્રિષ્નાનો રોલ કરીને સૌના દિલ જીતી લીધઆ હતા.


6. સુમેધ મુદ્ગલકર-
2018માં આવેલી શ્રી કૃષ્ણ સીરિયલમાં સુમેધે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી. જેને ખૂબ જ વાહવાહી મળી હતી.


7. અક્ષય કુમાર-
અક્ષય કુમારે 2012માં આવેલી ફિલ્મ ઓએમજીમાં ક્રિષ્નાનો રોલ કર્યો હતો. મોડર્ન યુગના કૃષ્ણના રોલમાં અક્ષય કુમારને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.


8. એનટી રામા રાવ-
મશહૂર તેલુગૂ અભિનેતા એનટી રામા રાવે 17 ફિલ્મોમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.  ફિલ્મોના ઈતિહાસમાં કદાચ જ કોઈ એવું સ્ટાર હશે જેણે આટલી ફિલ્મોમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હોય


9. પવન કલ્યાણ-
બોલીવુડ ફિલ્મ ઓએમજીની તેલુગૂ રિમેક ગોપાલા ગોપાલામાં પવન કલ્યાણે કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને લોકોના દિલ જીત્યા હતા.