માથામાં થૂંકીને મહિલાના વાળ કાપે છે બોલીવુડનો આ સુપર હેર સ્ટાઈલિસ્ટ! વીડિયો જોઈ લોકો ભાંડવા લાગ્યા ગાળો!
થૂંકીને મહિલાના વાળ કાપવા પર જાવેદ હબીબની ખુબ નિંદા, આખરે મૌન તોડીને આપ્યો આ જવાબ.
નવી દિલ્લીઃ દેશના લોકપ્રિય હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ એક મહિલાના માથા પર થૂંક લગાવીને વાળ કાપતા નજરે પડ્યા હતા. આ વીડિયો સામે આવતા જ જાવેદ હબીબ વિવાદોમાં ફસાઈ ગયા. આ સમગ્ર વિવાદ મામલે તેમના તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જાવેદ હબીબે એક વીડિયો વાયરલ કરીને સોરી કહ્યું.
જાવેદ હબીબે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે આવું શા માટે તેની સ્પષ્તા કરી છે. તેમણે મહિલાના વાળમાં થૂંકવા બદલ માફી પણ માંગી છે. વાસ્તવમાં, એક ટ્રેનિંગ ક્લાસ દરમિયાન એક મહિલાના માથા પર એવું કહેતા થૂંકતા દેખાઈ છે કે તેના વાળ સૂકા છે. તેમણે મજાકમાં એવું પણ કહ્યું કે, તેમના થૂકમાં કેટલી તાકાત છે. જુઓ જાવેદ હબીબનો 'સોરી' વીડિયો-
રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી હતીઃ
જણાવી દઈએ કે, જાવેદ હબીબનો થૂંકતો વીડિયો વાયરલ થયા બાદ તે મહિલાનો વીડિયો પણ સામે આવ્યો હતો જે તેના વાળમાં તેમણે થૂંકતા દેખાયા હતા. મહિલાએ તેને અપમાનજનક ગણાવ્યું. આ પછી રાષ્ટ્રીય મહિલા આયોગે મામલાની નોંધ લીધી હતી. મહિલા આયોગે ઉત્તર પ્રદેશ પોલીસને વીડિયોની સત્યતા તપાસવા કહ્યું હતું. વાસ્તવમાં, આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં જાવેદ હબીબ દ્વારા આયોજિત વર્કશોપમાં સામે આવી હતી.
વાળ કાપતી વખતે મહિલાના માથા પર થૂંક્યાઃ
જાવેદ હબીબ વીડિયોમાં જે મહિલાના વાળ પર થૂંકતા દેખાયા તે બાગપતના બડૌત વિસ્તારની છે. વીડિયોમાં મહિલા સ્ટેજ પર સલૂનની ખુરશી પર બેઠેલી જોવા મળે છે. ટ્રેનિંગ સેમિનારમાં ઉપસ્થિત લોકોને ટિપ્સ આપતા જાવેદ હબીબે આકસ્મિક રીતે મહિલાના માથાના વાળ પર થૂંક્યું અને કહ્યું, 'જો પાણીની અછત છે.. આ થૂંકમાં પણ જીવ છે'.