Jaya Bachchan gets annoyed on being called 'Jaya Amitabh Bachchan': અભિનેત્રી જયા બચ્ચન ઉમદા રાજનેતા પણ છે. તેઓ સંસદમાં હંમેશા બિન્દાસ્ત રીતે પોતાની વાત મૂકતા હોય છે. સોમવારે 29 જુલાઈના રોજ રાજ્યસભામાં જયા બચ્ચન એક વાતને લઈને લાલચોળ થઈ ગયા હતા. જ્યારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે તેમને શ્રીમતી જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યું, તો જયા બચ્ચન અકળાઈ ગયા હતા. તેમણે સભામાં યાદ અપાવ્યું કે, તેમની ઓળખ તેમના પતિના નામથી સ્વત્રંત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સોમવારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે બોલવા માટે તેમનું નામ લીધું તો જયા બચ્ચને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, માત્ર જયા બચ્ચન બોલતા તો પૂરતુ રહેતું. જ્યારે તેમને આ જણાવવામાં આવ્યું કે, તેમનું નામ અધિકારિક રીતે રજિસ્ટર છે તો તેમને આ પ્રથાની આલોચના કરી હતી. 


કમરામાં ભૂત છે! બોલિવુડની અભિનેત્રીએ એક રાતનો થથરાવી દે તેવો અનુભવ વર્ણવ્યો


જયા બચ્ચનની કોમેન્ટ વાયરલ થઈ
જયા બચ્ચને કહ્યું કે, આ જે પણ કોઈ નવી રીત છે, તે મહિલાઓને પોતાના પતિના નામથી ઓળખાવે છે. તેમનું ખુદનું કોઈ અસ્તિત્વ નથી. શું તેમની કોઈ ઉપલબ્ધિ નથી, આ જે પણ નવું શરૂ કરાયું છે, હું બસ... 


 


શું મની પ્લાન્ટ સાચે જ ચોરી કરીને લગાવો તો જ ઉગશે? વાસ્તુ શાસ્ત્રમાં મળ્યો તેનો જવાબ


પૌત્રી નવ્યા નંદાએ જયા બચ્ચનના વખાણ કર્યા હતા
જયા બચ્ચનની આ ટિપ્પણીથી ફરી એકવાર જાહેર અને વ્યાવસાયિક ક્ષેત્રે મહિલાઓની ઓળખને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પોતાની દાદીની શક્તિ અને સ્વતંત્રતા વિશે વાત કરતાં તેમને પોતાની પ્રેરણા ગણાવી હતી. 2021માં હર સર્કલને આપેલા એક ઈન્ટરવ્યુમાં નવ્યા નંદાએ કહ્યું હતું કે, "તે એક એવી વ્યક્તિ છે જે પોતાની ઓળખ બનાવવામાં અને પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. હું તેના વિશે આદર કરું છું તે સૌથી મોટી બાબતોમાંની એક એ છે કે તેણી તેના અવાજનો ઉપયોગ તે વસ્તુઓ માટે કેવી રીતે કરે છે જે તે જુસ્સાદાર છે. તેણી હંમેશા ખૂબ જ અનફિલ્ટર રહી છે.