ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્ન પ્રસંગમાં સોનું લેવું પ્રજા વર્ષોથી સમાજમાં પ્રચલિત છે. આજે સોનાનો ભાવ આસમાને છે. ત્યારે આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છેકે, એવી અભિનેત્રીની જેની પાસે અધધ સોનાનો ખજાનો હતો. એમ કહો કે, તેના આ ગામનું સોનું ભેગું કરો તો એના કરતા પણ વધારે સોનું તેની પાસે હતું. ચાંદી તો એની પાસે એટલી હતીકે, ઘરના ટાઈલ્સ કાઢીને ત્યાં ચાંદી પાથરો તો પણ ખુટે અમ નહોતું. એક સમયે તે ભારતીય સિનેજગતની સૌથી ધનવાન અભિનેત્રી હતી. જાણીને નવાઈ લાગશે પણ આ સાચી હકીકત છે. જોકે, તેમ છતાં તે રોજ પોતે જમવામાં બે ટાઈમ ખાતી હતી ઝેર! આ વાતનો ખુલાસો આ અભિનેત્રીના મોત બાદ થયો હતો, જોકે, હજુ પણ આ અપરાધનો કેસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30થી 35 કિલો સોનું, 1200થી 1500 કિલો ચાંદી તેના ઘરમાં પડી રહે છેઃ
રિપોટ્સ મુજબ આ અભિનેત્રી પાસે અંદાજે 30થી 35 કિલો જેટલું સોનું અને 1200 થી 1500 કિલો જેટલી ચાંદી હતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સોનાના તારવાળી મોંઘીદાટ હજારો સાડીઓ, ડાયમંડ અને દેશવિદેશની મોંઘીદાટ જ્વેલરીનો ખજાનો તેના ઘરમાં હતો. જાહોજલાલીમાં આ અભિનેત્રીનો કોઈ જવાબ નહોતો. રિપોર્ટ્સ અનુસાર, આ અભિનેત્રી પાસે 12000 કરતા વધારે મોંઘીદાટ સાડીઓ, 1000 કરતા વધુ જોડી શૂઝ, 150થી વધુ મોંઘી ઘડિયાળ અને અનેક કિલો સોનુ-ચાંદી હતી. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે સમયે એટલેકે, આજથી વર્ષો પહેલાં પણ આ અભિનેત્રીની સંપત્તિ 1000 કરોડ કરતા પણ વધારે હતી.


હિન્દી સિનેમામા આ અભિનેત્રીએ પોતાનું એક અલગ મુકામ હાંસલ કર્યું હતું. જોકે, ત્યાર બાદ તેણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી જે ભારતીય રાજનીતિનો એક ઈતિહાસ બની ગઈ. ભારતીય સિનેમા જગતમાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે, જેમણે પોતાની પ્રતિભા અને મહેનતના આધારે પોતાની ઓળખ બનાવી છે. પરંતુ આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ 60ના દાયકાની એ અભિનેત્રી વિશે જેણે નામની સાથે સાથે અઢળક સંપત્તિ પણ કમાઈ હતી. એવું કહેવાય છે કે આ અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં સફળતાનું તે આકાશ જોયું હતું, જે ઘણા સ્ટાર્સ જીવનભર પોતાની એડી ઘસ્યા પછી પણ નથી મેળવી શકતા.


હિન્દી સિનેમામાં બનાવ્યું આગવું નામઃ
અહેવાલો અનુસાર, જયલલિતા (જયલલિતા મૂવીઝ)નો જન્મ આજના કર્ણાટકના માંડ્યામાં 1948માં થયો હતો. જયલલિતાએ માત્ર 13 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 1964માં અભિનેત્રીએ પહેલીવાર એડલ્ટ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ કરી હતી. જયલલિતાએ કન્નડ ફિલ્મ ચિન્નાડા ગોમ્બે (ગોલ્ડ ડોલ) પછી 1964માં જ અંગ્રેજી ફિલ્મ એપિસલમાં અભિનય કર્યો હતો. અભિનેત્રીએ અનેક તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યા બાદ 1968માં હિન્દી ફિલ્મ ઇઝ્ઝતમાં કામ કર્યું હતું. જયલલિતાની આ પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ હતી.


સિનેમાથી સન્યાસ અને રાજનીતિમાં એન્ટ્રીઃ
ત્યાર બાદ તેણે માત્ર 31 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લઈ લીધો હતો. સમય બદલાયો અને આ અભિનેત્રી બની ગઈ ભારતના એક રાજ્યની મુખ્યમંત્રી. અહીં વાત કરવામાં આવી છે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની. જેના ઘરમાં એક સમયે ડુંગળી-બટાકાની જેમ પડી રહેતા હતા સોના-ચાંદીના ઢગલાં. તેના કપડાં, તેની જ્વેલરી, તેની ગાડી, તેની જાહોજલાલીની તો વાત જ થઈ શકે તેમ નથી.