નવી દિલ્હી: 70 અને 80ના દાયકાની સૌથી સુપરહિટ એક્ટ્રેસ જયાપ્રદા (Jaya Prada Birthday) નો આજે 59મો જન્મ દિવસ છે. જયાપ્રદા (Jaya Prada) પોતાના જમાનાની સૌથી સફળ અભિનેત્રી હતી. એ સમયમાં જયાપ્રદા (Jaya Prada)એ દરેક સુપરસ્ટાર સાથે કામ કર્યું હતું. તેમના જન્મ દિવસ પર આવો જાણીએ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળ કલાકાર તરીકે શરૂ કર્યું કામ
જયાપ્રદા (Jaya Prada)નો જન્મ 3 એપ્રિલ 1962માં આન્દ્ર પ્રદેશમાં થયો હતો. જયાપ્રદા (Jaya Prada) એ 200થી વધુ મુવી (MOVIE)માં કામ કર્યું છે. 12 વર્ષની ઉંમરથી મુવીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમની જીંદગીની શરૂઆત બાળકલાકાર તરીકે શરૂ થઈ અને ઉંચાઈઓ સુધી પહોંચી.


આ પણ વાંચો:- બોલીવુડના ડિસ્કો કિંગ Bappi Lahiri કેમ આટલી ભારે ભરખમ જ્વેલરી પહેરે છે?


શાનદાર રહી સફર
જયાપ્રદા (Jaya Prada) એ પોતાના એક્ટીંગ કરિયરની શરૂઆત તેલુગુ મુવી (MOVIE) થી કરી. વર્ષ 1979માં આવેલી 'ભૂમીકોસમ' તેમની પહેલી તેલુગુ મુવી (MOVIE) હતી. વિશ્વનાથના નિર્દેશનમાં બનેલી મુવી (MOVIE) સરગમથી તેમને બોલીવુડમાં એન્ટ્રી મારી. આ મુવી (MOVIE) ખુબ હિટ થઈ હતી પરંતુ આ મુવી (MOVIE) થી તેમના કરિયર માટે ખાસ ફાયદો ના મળ્યો. જયાપ્રદા (Jaya Prada) માટે સૌથી મોટું વર્ષ 1984 રહ્યું.  1984માં 'તોહફા' મુવી (MOVIE)માં તે જીતેન્દ્ર અને શ્રીદેવી સાથે જોવા મળી. આ મુવી (MOVIE) માં તેમને લોકોએ ખૂબ પસંદ કર્યા.


આ પણ વાંચો:- 19 ની ઉંમરમાં બિકિની સાથે બિંદી લગાવતી હતી 'જંગલી બિલ્લી', ત્યારે કમાલનું હતું ફિગર, આજે પણ છે લાજવાબ


1988 પછી ના ચાલી મુવી
પોતાની અદાથી લોકોના દિલોમાં રાજ કરવાવાળી જયાપ્રદા (Jayaprada) નું બોલીવુડ કરિયર ચાર વર્ષનું જ રહ્યું. વર્ષ 1984-1988 સુધી તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓની ગણતરીમાં હતી. 1984માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું અને આ મુવી (MOVIE)એ પણ તેમના કરિયરના ગ્રાફને વધાર્યો. જયાપ્રદા (Jayaprada) અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, રાજેશ ખન્ના સહિત કેટલાય સ્ટાર્સ સાથે કામ કર્યું છે. વર્ષ 1988 પછી તેમના મુવી (MOVIE) કરિયરની ઢળતી શરૂ થઈ.


આ પણ વાંચો:- KATRINA KAIF ની 6 બહેનો પણ કોઈ એકટ્રેસથી કમ નથી, એમને પણ થઈ ચૂકી છે ફિલ્મોની ઓફર


વિવાદોમાં રહ્યું અંગત જીવન
વર્ષ 1986માં  જયાપ્રદા (Jaya Prada) એ  મુવી (MOVIE) નિર્માતા શ્રીકાંત નહાટા સાથે લગ્ન કર્યા. જયાપ્રદા (Jaya Prada) શ્રીકાંતની બીજી પત્ની હતી. ચંદ્રા શ્રીકાંતની પ્રથમ પત્ની હતી અને તેના 3 બાળકો હતા. શ્રીકાંતે તેની પ્રથમ પત્ની ચંદ્રાને તલાક આપ્યા વગર બીજા લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા પછી પણ જયાપ્રદા (Jayaprada) ને  ક્યારે પત્નીનું સ્થાન ના મળ્યું. જયાપ્રદા (Jayaprada) ને પોતાનું કોઈ સંતાન નથી. જયાને બાળક લાવવું હતું પરંતુ શ્રીકાંત તે નોતા ઈચ્છતા. જયાએ તેની બનના બાળક સિદ્દુને દત્તક લીધો છે.


આ પણ વાંચો:- અમિતાભ બચ્ચને લીધો કોરોના રસીનો પહેલો ડોઝ, જાણો શું કહ્યું?


જયાની રાજનીતીનું જીવન
જયાપ્રદા (Jaya Prada) એ 1994માં તેલુગુ દેશમ પાર્ટી સાથે જોડાઈને રાજનીતીમાં એન્ટ્રી મારી. 1996 માં ટીડીપીએ જયાપ્રદા (Jayaprada) ને રાજ્યસભા સાસંદ બનાવ્યા. બીજી ટર્મમાં રાજ્યસભાના સાસંદ માટે તેમને ના મુકવામાં આવતા તે નારાજ થયા હતા ત્યાર બાદ વર્ષ 2004 માં તે સમાજવાદી પાર્ટી સાથે જોડાયા અને રામપુરથી બે વખત સાંસદ પણ બન્યા. તાજતરમાજ જયાપ્રદા(Jayaprada) BJPમાં જોડાયા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં BJPએ રામપુર સીટ પરથી ટીકીટ આપી હતી પરંતુ આજમખાન સામે જીતી ના શકી જયાપ્રદા. આ હાર બાદ તે રાજનીતીથી પણ દૂર રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube