નવી દિલ્હી: હાલ આખા દેશમાં ખેડૂત આંદોલન (Farmers Protest)ચર્ચામાં છે. એવામાં બોલીવુડ સેલેબ્સ પણ આ મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. ખેડૂતો ઘણી રાતોથી પરેશા છે અને હવે તેમની પરેશાનીથી બોલીવુડ સ્ટાર પણ ચિતિંત થઇ ગયા છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા સતત ખેડૂતોનું સમર્થન કરે રહ્યા છે. હવે પંજાબી સિંગર (Punjabi Singer)જૈજી બી (Jazzy B)એ ખેડૂત આંદોલનને લઇને સોન્ગ 'બગાવતાં (Bagawatan)'રિલીઝ કર્યું છે. આ સોન્ગને જૈજી બીએ જ ગાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત આંદોલન પર રિલીઝ થયું ગીત
જૈજી બી (Jazzy B)એ ખેડૂત આંદોલનને લઇને બનાવેલા પોતાના ગીતમાં ઇંસ્ટાગ્રામ પર જાણકારી આપી છે. જૈજી બી (Jazzy B)ના સોન્ગ બગાવતાં (Bagawatan)'નું મ્યૂઝિક હર્જ નાગરાએ આપ્યું છે અને તેના લિરિક્સ વરિંદર સીમાએ લખ્યા છે. આ સોન્ગમાં જૈજી બીએ ખેડૂત આંદોલનની ઘણી તસવીરો રજૂ કરી છે. જે ફક્ત ભારત જ નહી પરંતુ વિદેશોની પણ છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube