આ અભિનેત્રીએ પહેર્યા એવા જૂતા, લોકોની આંખો થઈ ગઈ પહોળી, જુઓ VIDEO
હોલિવૂડની અભિનેત્રી અને વર્લ્ડ ફેમસ સિંગર જેનિફર લોપેઝ નવા નવા ધડાકા કરવા માટે જાણીતી છે. થોડા દિવસ પહેલા જ પોતાનો 49મો જન્મદિવસ ઉજવનારી જેલો (પેટનેમ)ની સ્ટાઈલ અને સ્વેગ જોઈને તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકાય. જો કે હાલમાં જ તે ન્યૂયોર્કના રસ્તા પર અનોખી ટાઈપના જૂતા પહેરીને જતી જોવા મળી. જેનિફર લોપેઝના આ ડેનિમ શૂઝ એટલા અનોખા હતાં કે જેણે જોયા તે જોતા જ રહી ગયાં.
નવી દિલ્હી: હોલિવૂડની અભિનેત્રી અને વર્લ્ડ ફેમસ સિંગર જેનિફર લોપેઝ નવા નવા ધડાકા કરવા માટે જાણીતી છે. થોડા દિવસ પહેલા જ પોતાનો 49મો જન્મદિવસ ઉજવનારી જેલો (પેટનેમ)ની સ્ટાઈલ અને સ્વેગ જોઈને તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકાય. જો કે હાલમાં જ તે ન્યૂયોર્કના રસ્તા પર અનોખી ટાઈપના જૂતા પહેરીને જતી જોવા મળી. જેનિફર લોપેઝના આ ડેનિમ શૂઝ એટલા અનોખા હતાં કે જેણે જોયા તે જોતા જ રહી ગયાં.
જેનિફર લોપેઝના આ શૂઝ ખુબ જ અલગ હતાં. તે વર્સાચે (Versace)ના ડેનિમ શૂઝ હતા અને લોંગ બૂટ હતાં. જેનિફરનું કહેવું છે કે આ એકદમ અલગ હતાં. આ જ કારણે ચર્ચામાં આવ્યાં. આ જૂતા પર પોલીસનો બેઝ પણ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર લોપેઝના આ શૂઝ હોટ ટોપિક બન્યા છે. તેને લઈને જો કે મજાક પણ થઈ રહી છે. જો કે જેનિફર તો પોતાની ખાસ પ્રકારની ફેશન માટે જાણીતી જ છે. તેને ક્યાં કોઈની પરવા છે. આ ખરેખર એવા જૂતા હતાં કે જાણે એવું લાગતું હતું કે તે પહેર્યા બાદ પેન્ટની જરૂર જ નથી. જેનિફરે પણ કઈંક એવું જ કર્યુ એવું દેખાયું.
જેનિફર લોપેઝ સિંગિંગ અને એક્ટિંગના કારણે જાણીતી છે. તેણે 3 લગ્ન કર્યા છે. બે બાળકો છે. જેનિફર એનાકોન્ડા (1997), આફટ ઓફ સાઈટ (1998) જેવી સુપરહીટ ફિલ્મોમાં જોવા મળી હતી.