Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી રહ્યું છે કે, જેઠાલાલને બેસ્ટ ડિલર બન્યા બાદ અમેરિકા જવાની તક મળે છે અને આ કારણથી દિલિપ જોશી શોમાં જોવા મળી રહ્યા નથી. પરંતુ શું તમે જાણો છો ખરેખરમાં દિલિપ જોશી વિદેશમાં વેકેશન મનાવી રહ્યા છે. તે પણ જેવી તેવી જગ્યાએ નહીં પરંતુ યુએસએના કેલિફોર્નિયામાં છે. હાલમાં તેમણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેમના હોલીડેની એક ઝલક જોવા મળી રહી છે. જેના કારણે લોકોને તેમના શોમાં ન દેખાવવાનું ખરેખર કારણ ખબર પડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરેખરમાં અમેરિકામાં છે જેઠાલાલ
શોમાં પણ તે જ બતાવવામાં આવ્યું હતું કે જેઠાલાલ અમેરિકા ગયા છે અને હવે દિલિપ જોશીએ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ આ સમયે સેક્વોઇઆ નેશનલ પાર્કમાં છે. કેપ્શનમાં દિલિપ જોશીએ લખ્યું- સેક્વોઇઆએ શીખવાડ્યું સૌથી શ્રેષ્ઠ રીતે પોતાના મૂળનું સન્માન કરવું.


તસવીરમાં દિલિપ જોશીએ શર્ટ-પેન્ટ અને માથે ટોપી પહેરેલી જોવા મળે છે. આ તસવીરોને ફેન્સ ઘણી પંસદ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જોશીને શોમાં પાછા આવવાની રિક્વેસ્ટ પણ કરી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube