નવી દિલ્હી: જોન અબ્રાહમ (John Abraham), ઇમરાન હાશમી (Emraan Hashmi) સ્ટારર ફિલ્મ 'મુંબઇ સાગા' (Mumbai Saga) મોટા પરદે રિલીઝ થઈ છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે સ્ટાર ખુબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ જોન આ બધા કરતા એક કદમ આગળ વધીને ફિલ્મની ટિકિટ વેચવાની શરૂ કરી દીધી છે. ફિલ્મના પ્રમોશન માટે જોન અને ઇમરાન એક થિયેટર પહોંચ્યા હતા જ્યાં જોને જાતે દર્શકોને ફિલ્મની ટિકિટ વેચી હતી.


જોને વેચી ટિકિટ
ઇમરાન હાશમીએ (Emraan Hashmi) એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં જોન અબ્રાહમ (John Abraham) ટિકિટ વિન્ડો પર ફિલ્મની ટિકિટ વેચતો જોવા મળી રહ્યો છે. દર્શકોને જોનનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube