જૂનાગઢ: આજકાલ જૂનાગઢમાં બૉલીવુડ મુવીઝ "RAW" યાની "રોમીઓ અકબર વોલ્ટર"નું શૂટિંગ ચાલી રહ્યું છે. બૉલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહમ શુટિંગ માટે જૂનાગઢ આવ્યો છે અને જૂનાગઢમાં વિવિધ જગ્યા ઉપર ત્રણ દિવાસ શૂટિંગ ચાલવાનું છે. જ્હોન અબ્રાહમ અને ફિલ્મના શૂટિંગને જોવા માટે જૂનાગઢવાસીઓ ખુબજ ઉત્સાહિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જોન અબ્રાહમની ફિલ્મ "RAW" એટલે કે "રોમીઓ અકબર વોલ્ટર"નું શૂટિંગ જૂનાગઢ શહેરના દાણાપીઠ માર્કેટમાં ચાલી રહ્યું છે. અહીં એ પ્રકારે સેટ તૈયાર કરવામાં આવ્યો છે કે એક નજરે એવું લાગે છે કે આ પાકિસ્તાનનું કોઇ શહેર હશે. આ ફિલ્મ માં જ્હોન અબ્રાહમ એક અનોખો કિરદાર અદા કરી રહ્યો છે. અત્યારે જૂનાગઢની નવાબના સમયની દાણાપીઠ માર્કેટમાં શુટિંગ ચાલી રહ્યી છે. 


ફિલ્મની વાર્તા 1970 આસપાસની છે એટલે આ માર્કેટને કરાંચી શહેરની બજારનું રૂપ આપવામાં આવ્યું છે, અને જ્હોન અબ્રાહમ ડાર્ક ગ્રીન કલરનું પઠાણી પહેરી હાથમાં એક સૂટકેસ લઈને બજારમાં જઇ રહ્યો હોય તેવું દ્રસ્ય ફિલ્માવાઈ રહ્યું છે. શુટિંગ જોવા માટે દરેક સ્થળે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પોલીસ માટે પણ શુટિંગ માથાનો દુખાવો બન્યું છે.


"RAW" એટલે કે "રોમીઓ અકબર વોલ્ટર" ફિલ્મ સ્ટોરી અંગે વાત કરીયે તો ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથે સુશાંતસિંહ રાજપૂત અને જેકી શ્રોફ પણ કામ કરી રહ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર ફિલ્મમાં રોમીઓની ભૂમિકા સુશાંતસિંહ રાજપૂત, અકબરની ભૂમિકા જહોન અબ્રાહમ અને વૉલ્ટરની ભૂમિકા જેકી શ્રોફ અદા કરી રહ્યો છે. જહોન અબ્રાહમની સાથે હિરોઈન તરીકે મોની રોય આ ફિલ્મ ચમકવાની છે. જ્યારે વિલનનો રોલ અનુપમ ખેરનો પુત્ર સિકંદર ખેર કરી રહ્યો છે. 


સમય, MP3, અને આલુ ચાટ જેવી ફિલ્મોના ડિરેક્ટર અને લેખક રૉંબ્બી ગ્રેવાલ ફિલ્મની દિગ્દર્શન કરી રહ્યા છે. જો કે ફિલ્મની વાર્તાને ભારતીય સિક્રેટ સર્વિસ એજન્સી રો સાથે કંઇજ લેવા-દેવા નથી. પરંતુ હાલ થોડા સમય પહેલા રિલીઝ થયેલી આલિયા ભટ્ટની જાસૂસી ફિલ્મ "રાઝી" ઉપરથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવી રહી છે. જેમાં 1971ની પાકિસ્તાન સાથેની લડાઈ પછીની એક ઘટનાને આવરી લેવાઈ છે. જેનું શુટિંગ જૂનાગઢમાં જોર શોર થી ચાલી રહ્યું છે. 


જૂનાગઢ શહેરમાં નવાબ સમયની ઐતિહાસિક ઇસ્લામિક શૈલીની ઇમારતો હોવાથી "RAW" યાની "રોમીઓ અકબર વોલ્ટર" માટે ખાસ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શુટિંગ ગોંડલ તેમજ અમદાવાદમાં થનાર છે. બૉલીવુડમાં વધુ એક ભારત પાકિસ્તાનના સંબંધો ઉપર ફિલ્મ બની રહી છે. ફિલ્મ લગભગ 2018ના અંત સુઘીમાં તૈયાર થઇ જવાની છે.